કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે કબુલાત કરી છે કે ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં મંદીના દોરમાંથી પસાર થઇ રહી છે. જો કે અમિત શાહે ખાતરી આપી હતી કે ભારતીય અર્થવ્યવસ્થા ટુંક સમયમાં જ મંદીના દોરમાંથી બહાર આવી જશે. તેમણે કહ્યુ હતુ કે સિસ્ટમની સફાઇ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાનો દોર હવે ખતમ થઇ રહ્યો છે. શ્રેણીબદ્ધ કઠોર નિર્ણય કરવામાં આવ્યા હતા. જેની અસર અર્થતંત્ર પર થાય તે સ્વાભાવિક છે. કારોબારી જગતમાં ટેક્સ ઓથોરિટીના ભયને લઇને ફેલાયેલી ચિંતા પર જવાબ આપતા તેમણે કહ્યુ હતુ કે કોઇને પણ ભયભીત થવાની જરૂર નથી. કારણ કે તમામ કઠોર પગલાનો દોર હવે પૂર્ણ થયો છે. આગળ હવે સારો સમય આવનાર છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યુ હતુ કે આર્થિક સુસ્તી હાલમાં રહેલી છે. સુસ્તીની વાત કબુલ કરતા તેમણે કહ્યુ હતુ કે તેમને વિશ્વાસ છે કે દેશ વહેલી તકે મંદીના દોરમાંથી બહાર આવી જશે. સરકાર સમક્ષ પોતાની ચિંતાઓને રજૂ કરવાની સાથે સાથે જરૂરી સુચનો કરવામાં આવે તે પણ જરૂરી છે. શાહે કહ્યુ હતુ કે બેકિંગ અને નાણાંકીય સેક્ટરમાં થયેલા ખોટા કામોને રોકવા માટે મોદી સરકાર દ્વારા ખુબ વધારે પગલા લેવામાં આવ્યા હતા. ખાસ કરીને કઠોર પગલા લેવામાં આવ્યા હતા. જેના કારણે તકલીફ પડી રહી છે.
જો કે હવે આવા પગલાની કોઇ જરૂર દેખાઇ રહી નથી. કાર્યક્રમમાં શાહે કહ્યુ હતુ કે સુસ્તી આવી છે પરંતુ અમે સ્લો થયા નથી. સરકાર તમામ જરૂરી પગલા લઇ રહી છે. સરકાર આર્થિક સ્તર પર સમસ્યાઓને લઇને વાકેફ છે. તમામ સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતરામન સતત નાણાંકીય સમસ્યાઓને દુર કરવાના પ્રયાસમાં લાગેલા છે. શાહે દાવો કર્યો હતો કે મોદીના નેતૃત્વમાં ભારત એક ગ્લોબલ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યુ છે. મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આશાવાદી બનેલી છે. અમે ટુંક સમયમાં જ આર્થિક મંદીમાંથી બહાર નિકળી જઇશુ. સાથે સાથે રોકાણને પણ વધારી દેવા માટે તમામ પ્રયાસો સફળ રહેનાર છે. આર્થિક સુસ્તી વચ્ચે ભારતમાં સોનાની આયાતમાં ઘટાડો થયો છે. એપ્રિલ-ઓક્ટોબરના ગાળા દરમિયાન સોનાની આયાતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે. આની સાથે જ સોનાની આયાત આ ગાળા દરમિયાન ૧૭.૬૩ અબજ ડોલર અથવા તો ૧.૨૫ લાખ કરોડની રહી છે.
વર્તમાન નાણાંકીય વર્ષમાં આ ગાળા દરમિયાન સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. વાણિજ્ય મંત્રાલયના ડેટામાં આ અંગેની વાત કરવામાં આવી છે. આવી જ રીતે ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન સોનાની આયાતનો આંકડો ૧૯.૪ અબજ ડોલરનો રહ્યો હતો. સોનાની આયાતમાં ઘટાડો થતાં દેશની વેપાર ખાધમાં અંતરને દૂર કરવામાં મદદ મળશે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૬૧૬૪.૩ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. ૧૦ કંપનીમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી અને ભારતીય સ્ટેટ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે.