ચર વર્ષ પહેલા, ૧૪ માર્ચ ૨૦૧૪ના રોજ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌછી મોટા મેગાસ્ટાર પવન કલ્યાણે પોતાનું રાજનીતિક દળ જનસેનાની રચના કરી હતી. આંધ્ર પ્રદેશમાં પાર્ટીની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. એક નેતાના રૂપમાં પવન કલ્યાણે એક પણ સીટ માટે ચૂંટણી લડ્યા વગર ૨૦૧૪ના ચૂંટણીમાં સામાન્ય જનતાને પ્રભાવિત કરી અને જનમતના અંતિમ આદેશના પરિણામો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવી હતી.
જનસેના પાર્ટીના સ્થાપના પવન કલ્યાણના ન્યાયના સિદ્ધાંતો અને નિષ્પક્ષતાના આધાર પર કરી હતી. આ મહાન ભૂમિના જ્ઞાન અને પરંપરાઓની જૂની ભારતીય લોકાચાર અને અખંડ શ્રેણીને જાળવી રાખતા પાર્ટી આંધ્ર પ્રદેશ અને તેલાંગાના રાજ્યોમાં સક્રિય છે.
એક સાધારણ મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા પવન કલ્યાણ એક સુંદર અને જાદુઇ વ્યક્તિત્વ ધરાવે છે અને રાજનીતિક નેતૃત્વ સાથે જોડાયેલી પરંપરાગત વિષયોને પાર કરવાની નૈતિક ક્ષમતા રાખી છે. તેના સામાન્ય ભારતીયની સાથે શક્તિશાળી સંબંધ, તમામ ઉંમરના અનુયાયીયો, દોસ્તો અને સહકર્મીઓ સાથે તેમની રોંજીદી વાતચીત, તેની નમ્રતા અને સાર્વજનિક નૈતિકતા પ્રત્યે અસાધારણ પ્રતિબદ્ધતા નિર્માણથી મહાન નેતાની વિશેષતાઓ ઝલકે છે.
આ ઉજવણી પ્રસંગે પવન કલ્યાણે જણાવ્યું કે, હું એક ભારતીય છું અને ભારતીય રહીશ, મારો દેશ મને સેવા કરવા માટે કહેશે અને હું સેવા કરીશ.. દેશને પ્રતિબદ્ધ વ્યક્તિઓની જરૂરિયાત છે. બીજાને કહેવા કરતા પોતે જ આગળ આવવું જોઇએ. મે આ રસ્તા પર ચાલવાનો નિર્ણય કર્યો છે અને મારા આ રાજનીતિક યાત્રા એક આજીવન યાત્રા છે. મે રાજનીતિક પ્રસંગ પ્રાપ્ત કરવા માટે રાજનીતિમાં પ્રવેશ નથી કર્યો, પરંતુ સમાજની સેવા કરવા અને જનતાના હિતોની રક્ષા કરવા મટે કર્યો છે. હું લોકો માટે લોકોથી અને લોકો દ્વારા છું.
જનસેનાના સિદ્ધાંત અને આદર્શ
- જાતિઆધાર વિના સામાજિક ચેતના
- ધાર્મિક ભેદભાવ વિના રાજનીતિ
- ભાષા મતભેદોનું સમ્માન
- આપણી પરંપરાઓ અને સંસ્કૃતિનું સંરક્ષણ
- રાષ્ટ્રીયતા જે ક્ષેત્રીય વિવિધતાની ઉપેક્ષા કરતા નથી
- આ આપણા દેશની તાકાતનું મૂળ છે
પાર્ટીનો ઉદ્દેશ અને મિશન
આંધ્ર પ્રદેશમાં વર્તમાન રાજનીતિક પરિસ્થિમાં જનસેના પવન કલ્યાણના નેતૃત્વમાં આંધ્ર પ્રદેશ માટે વિશેષ ટ્રેડની માંગ અપાવવા માટે લડવા ઇચ્છે છે. એક સ્થિર ઉદ્દેશના રૂપમાં રાજનીતિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કલ્યાણ નૈતિક રાજનીતિને કેન્દ્રમાં પરત લાવવા ઇચ્છે છે. તેઓ રાજનીતિમાં નવા યુવાઓને ભાગ લેવડાવવા ઇચ્છે છે, જેથી યુવાઓમાં ભેદભાવ ન રહે અને આફણા રાજનીતિની દૂષિત સિસ્ટમ અને લોકતાંત્રિક પ્રક્રિયાઓને આગળ વધારે આ બાબતે વાત કરતાં કલ્યાણે જણાવ્યું કે આંધ્ર પ્રદેશ પોતાના પ્રતિનિધિયોની ખામીઓ અને તેમની શક્તિઓના કારણે જ ઝઝૂમી રહી છે. અમારો ઉદ્દેશ તેને સરખી કરવાનું છે, લોકોને પ્રાથમિકતા આપવાનું છે.
દૃષ્ટિકોણઃ
પવન કલ્યાણ એક સામાન્ય કારણો માટે લોકોને એકસાથે જોડવા ઇચ્છે છે. જ્યારે વિકાસ, સમાજનું કલ્યાણ, સિદ્ધાંત અને રાજનીતિક નૈતિકતા તમામ પાછળ રહી ગયા છે. નૈતિકતા અને સમૂહ વચ્ચેના ભેદભાવ વિના લોકોને લાભન્વિત કરવા માટે સુધારાવાદી રાજનીતિ લાવવા ઇચ્છે છે. તે લોકોને પ્રોત્સાહિત કરવા ઇચ્છે છે.