ઝારખંડના પાટનગર રાંચીમાં મંગળવારના દિવસે સાંજે લોની એક વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની સાથે ૧૨ લોકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાના અહેવાલ સપાટી ઉપર આવ્યા બાદ સનસનાટી મચી ગઈ છે. ફરિયાદ બાદ પોલીસે તમામ ૧૨ની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહ્યું છે કે, તમામ અપરાધીઓએ પોતાના અપરાધની કબૂલાત કરી દીધી છે. ૨૫ વર્ષીય યુવતી સંગ્રામપુર ગામના બસ સ્ટોપ પર પોતાના મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે બે યુવકો આવી પહોંચ્યા હતા અને ગન પોઇન્ટ ઉપર યુવતીનું અપહરણ કરી લીધું હતું. આગળ ગયા બાદ ગાડીમાં પેટ્રોલ ખતમ થઇ જતાં બંનેએ પોતાના મિત્રોથી કાર લાવવા માટે કહ્યું હતું કે, આરોપી કારથી યુવતીને એક ગુપ્ત સ્થળે લઇ ગયા હતા જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીઓએ પોતાના અન્ય મિત્રોને પણ ફોન કરીને બોલાવી લીધા હતા અને આ લોકોએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી ગંભીર હાલતમાં કોઇ રીતે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર દાખલ કરાયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરીને ૧૨ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
અપરાધીઓની પાસેથી જુદા જુદા હથિયાર મળી આવ્યા છે જેમાં બે પિસ્તોલનો સમાવેશ થાય છે. ત્રણ બુલેટ, કાર અને બાઇક કબજે કરીને તપાસ હાથ ધરી છે. પ્રદેશમાં પ્રથમ તબક્કામાં મતદાનને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે ત્યારે આ પ્રકારની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ દ્વારા યુવતીનું જ્યાંથી અપહરણ કરાયું હતું તે સ્થળ મુખ્યમંત્રીના આવાસથી માત્ર આઠ કિલોમીટરના અંતરે છે. સાથે સાથે ઘટનાસ્થળથી પોલીસ લાઈન પણ નજીક હોવાના અહેવાલ મળ્યા છે. મામલામાં પુછપરછનો દોર ચાલી રહ્યો છે.