ભારતમાં દરેક ૭૦ લાખ લોકો માટે એક એર ક્વાલિટી મોનિટરિંગ સ્ટેશન છે. ટોપના પર્યાવરણ વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ચીનમાં આની સંખ્યા ભારતની તુલનામાં આઠ ગણી વધારે રહેલી છે. વાયુ પ્રદુષણ પર નજર રાખવાની બાબત સૌથી મહત્વપૂર્ણ છે. એર ક્વાલિટી નજર રાખી શકે તે દિશામાં વધારે પહેલ કરવાની જરૂરિયાત અનુભવ કરવામાં આવી રહી છે. એર ક્વાલિટી મોનિટરિંગ સ્ટેશનની કમીના કારણે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ભારતીય આઇટી સંસ્થા આઇઆઇટી કાનપુર અને ભારતીય પ્રદુષણ અનુસંધાન કેન્દ્ર તેમજ કેનેડાના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી વૈજ્ઞાનિકોની એક ટીમે કહ્યુ છે કે ભારતને ઓછામાં ઓછા ૧૬૦૦ એર ક્વાલિટી મોનિટરિંગ સ્ટેશનની જરૂર દેખાઇ રહી છે.
વાયુ પ્રદુષણની સ્થિતી પર નજર રાખવાની બાબત ખુબ ઉપયોગી બની ગઇ છે. સિવિલ એન્જીનીયરીંગ વિભાગના પ્રમુખ એસએન ત્રિપાઠી અને રિપોર્ટમાં સામેલ વૈજ્ઞાનિકોમાંથી એક એવ એસએન ત્રિપાઠીએ કહ્યુ છે કે દેશમાં જ્યાં અમે નજર રાખી શકતા નથી ત્યાં આરોગ્ય અને અર્થવ્યવસ્થા અથવા તો વાયુ ગુણવત્તાને જાળવી રાખી શકાય છે. ભારતમાં ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનોની સંખ્યા મર્યાદિત છે. જેથી તેની સંખ્યા વધે તે જરૂરી છે. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મેદાની ભાગોમાં ઠંડીના દિવસોમાં જોરદાર પ્રદુષણ રહે છે.
હાલમાં ભારતમાં ૩૩૯ શહેરોમાં ૧૦૦૦ કરતા ઓછા એર ક્વાલિટી મોનિટરિંગ સ્ટેશન રહેલા છે. વૈજ્ઞાનિકો કહે છે કે પુરતા પ્રમાણમાં ડેટા ન હોવાના કારણે તકલીફ પડી શકે છે. જીનેવા સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે વિશ્વભરમાં ૨ મિલિયન અથવા તો ૨૦ લાખ લોકોના મોત થઈ જાય છે. ડબલ્યુએચઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાં આ મુજબ જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૫૧ દેશોના ૧૧૦૦ શહેરોમાંથી આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ હવાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, ફેંફસાના કેન્સર, અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફ તેમજ અન્ય ઇન્ફેક્શન રોગોનો સમાવેશ થાય છે. ઘણા શહેરી વિસ્તારોમાં આ તમામ રોગ સામાન્ય બની ચૂક્યા છે. કેટલાક શહેરોમાં પ્રદૂષણની સપાટી ડબલ્યુએચઓની માર્ગદર્શિકાની સરખામણીમાં ૧૫ ઘણી વધારે છે. વિકાસશીલ અને વિકસીત બંને દેશોમાં હવાઈ પ્રદૂષણ માટે જે પરિબળો જવાબદાર છે તેમાં વાહન પરિવહન, નાના પાયાના ઉદ્યોગો અને અન્ય મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
ઉપરાંત બાયોમાસ સળગાવવા અને કુકીંગ માટે કોલસાને લઈને પણ પ્રદુષણ ફેલાય છે. હવાઈ પ્રદુષણમાં અન્ય ઘણા પરિબળો પણ યોગદાન આપે છે. ડબલ્યુએચઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સોમવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘણી બધી વિગતો જાહેર કરાઈ છે. વાયુ પ્રદુષણની ચર્ચા આજે દેશભરમાં જોવા મળી રહી છે. દિલ્હી અને એનસીઆરમાં તો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હાલમાં ઝેરી વાયુના કારણે દિલ્હીમાં તો સ્થિતી એટલી જટિલ બની ગઇ હતી કે દિલ્હીની મોટા ભાગની સ્કુલોને બંધ રાખવાની ફરજ પડી હતી. પ્રદુષણના મુદ્દા પર ચર્ચા સુપ્રીમ કોર્ટ અને સંસદમાં પણ રહી હતી. દિલ્હી અને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે તો જોરદાર ફટકાર પણ લગાવી હતી. સાથે સાથે મતભેદોને દુર કરીને સાથે મળીને કામ કરવા માટે સુચના આપી હતી. સુપ્રીમ કોર્ટમાં પણ તર્કદાર દલીલો કરવામાં આવી હતી. દિલ્હીમાં પ્રદુષણના સ્તરને ઘટાડી દેવા માટે કેટલાક ઉપાય પણ કરવામાં આવ્યા હતા. જેની અસર ચોક્કસપણે દેખાઇ હતી.
જો કે આ ઉપાય કામ ચલાઉ હોવાની બાબત તમામ લોકો કરી રહ્યા છે. દિલ્હી જ નહી બલ્કે પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં પણ પ્રદુષણ હવે એક પડકારરૂપ બાબત તરીકે છે. ભારતમાં એર ક્વાલિટી મોનિટરિંગ સ્ટેશનોને વધારી દેવાની જરૂરિયાત અનુભવ કરવામાં આવી રહી છે. ચીનમાં ભારતની તુલનામાં અનેક સ્ટેશનો છે. ચીનમાં એર મોનિટરિંગ સ્ટેશનોની સંખ્યા આઠ ગણી વધારે છે. પ્રદુષણની સમસ્યા ભારતની સાથે સાથે દુનિયામાં સર્જાઇ ગઇ છે.