ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા લોકસભામાં નાથુરામ ગોડસે પર આપવામાં આવેલા નિવેદન બાદ પાર્ટી દ્વારા તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે કઠોર કાર્યવાહી કરીને મધ્યપ્રદેશના ભોપાલમાંથી સાંસદ પ્રજ્ઞા ઠાકુરની સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. પાર્ટી તેમનાથી એટલા હદ સુધી નારાજ છે કે તેમને સંસદીય દળની બેઠકમાં હાજરી ન આપવા માટે કહેવામાં આવ્યુ છે. પ્રજ્ઞાએ બુધવારના દિવસે લોકસભામાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેનો ઉલ્લેખ કરીને કેટલાક વિવાદ જગાવી દીધા હતા. જો કે લોકસભાની કાર્યવાહીમાંથી તેમના નિવેદનને મોડેથી દુર કરી દેવામાં આવ્યુ હતુ. મોડેથી પ્રજ્ઞાએ સફાઇ આપતા કહ્યુ હતુ કે તેમને ગોડસે નહીં બલકે ઉધમ સિંહના નામનો ઉલ્લેખ આવ્યા બાદ રાજાને ટોક્યા હતા. બુધવારના દિવસે લોકસભાની કાર્યવાહી વેળા નિવેદન કરવામાં આવ્યા બાદ તેમની સમિતિમાંથી હકાલપટ્ટી કરવા માટે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને દુર કરવા માટે ભલામણ કરી હતી. તેમણે પ્રજ્ઞાના નિવેદન સંબંધમાં કહ્યુ હતુ કે આ નિવેદન કોઇ કિંમતે ચલાવી લેવાય તેમ નથી. સાથે સાથે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. નડ્ડાએ પ્રજ્ઞાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે પાર્ટી ક્યારેય આવા નિવેદનને સમર્થન આપતી નથી.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે પ્રજ્ઞા ઠાકુર હવે સંસદના સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સંસદયી દળની બેઠકમાં ભાગ લઇ શકશે નહી. પ્રજ્ઞાને તેમનુ નિવેદન ખુબ ભારે પડ્યુ છે. લોકસભામાં એસપીજી પર ચર્ચા વેળા આ પ્રકારની બાબત સપાટી પર આવી હતી. જેના કારણે ભારે હોબાળો થયો હતો.