સુરત ફરી એક વખત ગૌરવપૂર્ણ અને અભૂતપૂર્વ ક્ષણોનું સાક્ષી બન્યું છે. 21મી નવેમ્બરથી સુરતના આંગણે ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલનું શુભારંભ થયું છે. વેસુ સ્થિતિ એલ. પી. સવાણી એકેડેમી ખાતે આ આયોજન કરવામાં આવ્યું રહ્યું છે, જે 24 મી નવેમ્બર સુધી ચાલશે. આ ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 3000 થી વધુ વિદ્યાર્થિઓએ રજીસ્ટ્રેશન કર્યું છે.
આજના ડિજિટલ યુગમાં બાળકો માટે તેમની ઉંમર અનુસાર પ્રોગ્રામ્સનો અભાવ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં માનવ મૂલ્યો પર આધારિત ફિલ્મો બતાવવામાં આવી રહ્યું છે. સુરતને આ ફિલ્મો દ્વારા બાળકોમાં છુપાયેલી જિજ્ઞાસાઓ અને વિશ્વ કક્ષાએ એક જ વયના બાળકોનો દૃષ્ટિકોણ જોવાની તક મળશે.
આ અંગે માહિતી આપતા એલ.પી. સવાણી સ્કૂલના ડાયરેક્ટર ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે સુરત માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 40થી વધુ દેશોની 10 હજારથી વધુ સ્કૂલો ભાગ લીધેલ છે અને તેમના દ્વારા 20 ભાષામાં 100થી વધુ ફિલ્મો આ ફેસ્ટિવલમાં રજુ કરવામાં આવશે. આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય વોચ સિનેમા, લર્ન સિનેમા, મેક સિનેમાનો છે. ફેસ્ટિવલનો સમય રોજ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે.