અર્થવ્યવસ્થામાં મંદી હોવા નાણામંત્રીનો સાફ ઇનકાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
The Minister of State for Commerce & Industry (Independent Charge), Smt. Nirmala Sitharaman addressing at the inauguration of the 2nd Edition of the Global Exhibition on Services-2016 (GES), at India Expo Centre & Mart, Greater Noida, Uttar Pradesh on April 20, 2016.

દેશનો આર્થિક વિકાસ દર સાડા છ વર્ષની નીચી સપાટી પહોંચવા, અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ આંકડાઓની સ્થિતિ ખરાબ થવા અને બેરોજગારીના આંકડા ચરમસીમા પર પહોંચવાનાની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામન કહ્યું હતું કે, જીડીપી દરમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ આ મંદી નથી. રાજ્યસભામાં અર્થવ્યવસ્થા પર ચર્ચાનો જવાબ આપતા નિર્મલા સીતારામને સ્પષ્ટ કહ્યું હતું કે, જો તમે અર્થવ્યવસ્થાને વિવેકપૂર્ણરીતે જોઇ રહ્યા છો તો તમે જોઇ શકો છે કે, વિકાસદરમાં ઘટાડો જરૂર આવ્યો છે પરંતુ હજુ સુધી મંદીનો માહોલ સર્જાયો નથી અને મંદી ક્યારે આવશે નહીં.

અર્થવ્યવસ્થા પર સરકારને નિષ્ફળ ગણાવનારા આક્ષેપો પર નાણામંત્રીએ કહ્યું હતું કે, દેશનો સ્થાનિક વિકાસ દર ૨૦૦૯-૨૦૧૪ના અંતમાં ૬.૪ ટકા રહ્યો હતો જ્યારે ૨૦૧૪-૨૦૧૯ની વચ્ચે આ દર ૭.૫ પર રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, એનડીએ સરકારમાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારી સરકારમાં પ્રત્યક્ષ વિદેશ રોકાણમાં વૃદ્ધિ નોંધાઈ છે.

તેમણે કહ્યું હતું કે, સરકારે સફળતાપૂર્વક મોંઘવારી પર કાબૂ મેળવ્યો છે. આંકડાઓને ટાંકીને કહ્યું હતું કે, વિપક્ષને યાદ કરાવવામાં આવે છે કે, અર્થવ્યવસ્થાની ગતિમાં સુધાર પરસેપ્શન પર આધારિત છે કેમકે આ સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાઓ ઉપર નિર્ભર કરે છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૦૯-૨૦૧૪ વચ્ચે ૧૮૯.૫ અબજ ડોલરનું વિદેશ રોકાણ આવ્યું છે જ્યારે એનડીએની સરકારમાં માત્ર પાંચ વર્ષોમાં ૨૮૩.૯ અબજ ડોલરનું વિદેશી રોકાણ કરાયું છે.

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ગત ૧૭મી નવેમ્બરે દેશની અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિકાસનો દર છેલ્લા ૧૫ વર્ષોના નીચા સ્તર પર પહોંચી ચુક્યો છે, બેરોજગારી દર ૪૫ વર્ષોના ઉંચા સ્તર પર છે, સ્થાનિક માંગ ચાર દશકના નીચલા સ્તર પર છે, બેંક પર બેડ લોનનો બોઝ સર્વકાલિન ઉંચી સપાટી પર પહોંચી ચુક્યો છે, ઇલેક્ટ્રીસિટીની માંગ ૧૫ વર્ષોના નીચા સ્તર પર પહોંચી ચુકી છે, કુલ મળી અર્થવ્યવસ્થાની હાલત ખુબ જ ખરાબ છે.

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસ દર ઘટીને ૫ ટકા પર પહોંચી ચુક્યો છે. બીજા ત્રિમાસિક ગાળામાં કેટલીક રેટિંગ એજન્સીઓ અને સરકારી સંસ્થાઓએ વિકાસ દર ૪.૭ રહેવાનો અંદાજ મુક્યો છે જે સરકાર માટે મોટો ફટકો છે. તાજેતરમાં ઓટોમોબાઇલ સહિત મેન્યુફેક્ચરિંગ સેક્ટરના આંકડામાં જોરદાર ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે.

Share This Article