પ્રતિભાશાળી સંગીતકાર અને ગાયક બિન્ની શર્મા હંમેશાં ઓરીજનલ મ્યુઝિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગત 15 વર્ષથી તેઓ ઓરીજીનલ મ્યુઝિક અને સોન્ગ પર કામ કરે છે અને હવે અમિત દાસને ફીચર કરતુ તેમનું નવું સિંગલ સોન્ગ “દિલ કહે” તૈયાર છે, જે તેમની યુટ્યુબ ચેનલ “બીઈંગબિન્ની” પર 28 નવેમ્બર, 2019ના રોજ લોન્ચ થયું છે. આ વર્ષે બિન્ની શર્મા નવા ઓરીજનલ ટ્રેક પર કામ કરવામાં વ્યસ્ત છે જે ટૂંક સમયમાં શરૂ થશે. આ સોન્ગના સિંગર બિન્ની શર્મા જ છે, તથા આ સોન્ગના લિરિક્સ બિન્ની શર્મા દ્વારા રચવામાં આવ્યા છે તથા અમિત દાસ દ્વારા આ સોન્ગ કોમ્પોઝ કરવામાં આવ્યું છે, જેના ડાયરેક્ટર શિખા દલાલ છે અને ડીઓપી ઝેનિથ બેન્કર અને જય જાની છે.
“દિલ કહે” સોન્ગ એ લાઈફ જર્ની વિશે દર્શાવે છે, કે લાઈફમાં દરેકને પ્રોબ્લેમ્સ આવતાં હોય છે પરંતુ આ સ્ટ્રેસ લેવલને દૂર કરવા માટે “નેચર” (પ્રાકૃતિક સૌંદર્ય) સાથે કનેક્ટ રહેવું જોઈએ અને લાઈફને એન્જોય કરવી જોઈએ. એવા લોકો કે જેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવી શકતા અને પોતાની આસપાસની સુંદર દુનિયા નિહાળી નથી શકતા તેમના માટે ખાસ આ સોન્ગ છે.
બિન્ની શર્માએ જણાવ્યું હતું કે, “હું હંમેશ ઓરીજીનલ મ્યુઝિક બનાવવાનું માનું છું, ઈન્ડિપેન્ડેન્ટ ભારતમાં એટલું એક્ટિવ નથી જે એક્ટિવ થવું જોઈએ, કારણકે, ઈન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક એ સ્ટોરી ટેલિંગ જેવું છે જે કોઈને કોઈ વાર્તા કહે છે. આ સોન્ગ શૂટિંગ અમે ગુજરાતમાં જ ડાંગ જિલ્લામાં કર્યું છે, જ્યાં ખરેખર ખૂબ પ્રાકૃતિક સૌંદર્ય છે.”