એક દો તીન પર જેકલીનના ઠુમકા..

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ફિલ્મ બાગી-2 રિલીઝ થવાની છે ત્યારે માધુરીના ગીતની રીમેક ફિલ્મમાં ફિલ્માવવામાં આવી છે, એ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે. એક દો તીન ગીત પર બાગીમાં માધુરી નહીં પણ જેકલીન છે. તેના પાઉટ તેના ઠુમકા ઉપર બધા ફિદા થઇ ગયા છે અને હવે કાગડોળે બાગી ફિલ્મની રાહ જોવાઇ રહી છે. જેકલીનનો પરફેક્ટ કોશ્યુમ, હેરસ્ટાઇલ, અને એક્સપ્રેશન યુવાનોના હૈયા ડોલાવવા માટે કાફી છે.

હવે ઓરીજીનલ સોંગમાં માધુરીના ડાન્સના જેટલા વખાણ થઇ રહ્યાં હતા એટલા જ વખાણ જેકલીનના થઇ રહ્યા છે, પરંતુ ઘણા લોકો માધુરી સાથે જેકલીનને કમ્પેર કરીને એવા પરિણામ ઉપર પહોંચી રહ્યા છે કે માધુરી જેકલીન કરતા વધારે બેટર છે. તમને જણાવી દઇએ કે બાગીનું એક દો તીન એ લેજન્ડરી એક્ટ્રેસ માધુરી દિક્ષીતને ટ્રીબ્યુટ આપવા માટે ફિલ્માવવામાં આવ્યું છે.

Share This Article