વિશ્વ હેરિટેજ વિકને ધ્યાનમાં લઇને આજે વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયી કાલે શહેરમાં વિન્ટેજ કાર રેલી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ રેલી કાળુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરથી રવાના કરવામાં આવી હતી. રેલીને મેયર બીજલ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરા, ગુજરાત પ્રવાસ નિગમના નિર્દેશક જેનુ દેવન દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.
અમદાવાદમાં પણ ટુર ઓપરેટર્સ પ્રવાસીઓને આકર્ષિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદના ઐતિહાસિક અને હેરિટેજ સ્થળોની મુસાફરી કરાવવામાં આવી રહી છે. વિન્ટેજ કાર રેલી અને વોટર ફેસ્ટિવલ જેવા આયોજન કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં સામાન્ય લોકોને ઐતિહાસિક સ્થળોથી વાકેફ કરવામાં આવી રહ્યા છે.
આના ભાગરુપે લોકોને સિટીટુર અને હેરિટેજ વોક માટે ૩૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને ખાસ બસ સુવિધા પણ આપવામાં આવી છે. અમદવાદના હેરિટેજ સ્થળો પર સિટી ટુર કરાવવાની વ્યવસ્થા જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરના અડાલજમાં વોટર ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે.