દેશની સૌપ્રથમ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન જૂન માસમાં બહાર આવશે. આ ટ્રેન પ્રતિ કલાક 160 કિમીની ઝડપે દોડવા સમર્થ હશે. આ ટ્રેન મેટ્રોની જેમ ઇલેક્ટ્રિક ટ્રેકશન વડે સજ્જ હશે અને તેને લોકોમોટિવ પુલની જરૂર નહીં પડે. હાઇ સ્પીડ હોવા ઉપરાંત ટ્રેન ઝડપથી સ્પીડ પકડશે જેથી પ્રવાસમાં સમય ઓછો લાગશે. તેને પ્રીમિયમ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસના સ્થાને મૂકવાની છે.
16 કોચની આ ટ્રેનમાં ચેર-કાર સીટિંગ અને તમામ આધુનિક સગવડો હશે અને તેનો ખર્ચ ₹100 કરોડ આવશે. દરેક કોચ છ કરોડ રૂપિયાનો હશે અને તે આવી જ ડિઝાઇનના યુરોપીયન કોચ કરતાં 40 ટકા સસ્તો હશે. ભારતીય રેલવેની માલિકીની ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી આ ટ્રેન બનાવશે.
આ બાબતે મણિએ જણાવતા કહ્યું હતું કે 2020 સુધીમાં એલ્યુમિનિયમ ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે અને આ ટ્રેન વધુ ઊર્જા કાર્યક્ષમ હશે અને યુરોપીયન ધારાધોરણોને અનુસરતી હશે તથા ભારતમાં રેલવે ટેક્નોલોજીના મોરચે એક છલાંગ હશે. ભારતીય રેલવેએ આ પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી પાર્ટનર સાથે જોડાણ કર્યું છે. આ ટ્રેન દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવરા રૂટ પર લાંબા અંતરની રાજધાની ટ્રેનનું નામ લઈ શકે તેવી શક્યતા છે.