ઝી ટીવીએ લગભગ છેલ્લા ત્રણ દાયકાથી તેના દર્શકોને આકર્ષિત કર્યા છે અને તેનું મનોરંજન કર્યું છે, હવે તેઓ તેને અસંગત પ્રેરણાદાયી અને આકર્ષક સામગ્રી પ્રસ્તુત પાત્રો સાથે પૂરી પાડે છે તેમની સાથે તેમના ચાહિતા ડિનર ટેબલ પર અભિન્ન અંગ બની ગયા છે. વર્ષોથી દર્શકો તેમની સાથે વમળોમાં ફસાયા છે, તેમની ખુશીમાં હસ્યા છે અને તેમના દુઃખમાં રડ્યા છે.
આ જ જોડાણની ઉજવણી તે તેની વાર્ષિક પ્રસ્તાવના ઝી રિશ્તે એવોર્ડ ૨૦૧૯માં કરે છે અને વધુ એક અવિસ્મરણિય પ્રવાસની તૈયારી કરે છે, જેમાં ઝી ટીવી પરિવારમાંથી પ્રસિદ્ધ પાત્રો ર્બોડિંગ પાસનું વિતરણ કરી રહ્યા છે, જેમાં તેઓ દર્શકોની સાથે તેમને અદ્દભુત જશ્ન-એ-પુર-ના વેકેશન માટે આવવા આમંત્રણ આપે છે.
પ્રસિદ્ધ કલાકાર રોહિત સુચાંતિ (જેઓ દિલ યેં ઝિદ્દી હૈંમાં અંશુમનનું પાત્ર કરી રહ્યો છે) અને પૂર્વા ગોખલે (જે તુજસેં હૈં રાબતામાં અનુપ્રિયાનું પાત્ર કરી રહી છે) તેઓએ અમદાવાદમાં એક બ્રેક લીધો છે, જેમાં તેઓ કેટલાક નસીબદાર દર્શકોને ખાસ તૈયાર કરવામાં આવેલી ટ્રાવેલ કિટ આપીને તેમની સાથે જશ્ન-એ-પુર-ના વેકેશનના જીવનના એકમાત્ર અનુભવ પર લઈ જશે અને ઝી રિશ્તે એવોર્ડ ૨૦૧૯ ખાતે તેના માટે સંગ્રહિત મેગા ઉત્સવનો અનુભવ કરવામાં આવશે. પૂર્વા અને રોહિતે તેમના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી જેમાં તેઓ કાંકરિયા તળાવમાં ખાસ તૈયાર કરવામાં આવેલી બોટમાં તથા શહેરમાં પણ ફર્યા હતા, તેમને સાબરમતી રિવરફ્રન્ટ, લો ગાર્ડન સહિતના ઘણા મુખ્ય સ્થળોની મુલાકાત પણ લીધી હતી.
શહેરના સ્થાનિક ફૂડનો અનુભવ કરવા માટે, રોહિત અને પૂર્વાએ અત્યંત પ્રસિદ્ધ મંગલદાસ હોટેલની મુલાકાત લીધી છે, જેમાં તેમને કેટલાક સ્વાદિષ્ટ વ્યંજનો ચાખ્યા. આ ઉપરાંત તેમના સહ-કલાકારો તથા પરિવારના સભ્યો માટે લો-ગાર્ડનથી ખરીદીની મજા પણ માણી હતી. અંતે, તમને હાઉસિંગ સોસાયટી કોમલ એન્કલેવ રન્નાપાર્ક, પાલડી, મુલાકાત લીધી હતી અને ધમાકેદાર પ્રવેશની સાથે ઢોલની થાપના રિધમ પર ગરબા, ડાન્સ અને મસ્તીની મજા માણી હતી.
સોસાયટીની મુલાકાત દરમિયાન, ઝી ટીવીના કલાકારોએ દર્શકોની સાથે ચર્ચા પણ કરી હતી અને તેમને ઘણી રમતોની પણ મજા માણી હતી. અહીંથી નિકળતા પહેલા તેમને સુંદર રીતે તૈયાર કરવામાં આવેલા ર્બોડિંગ પાસ આપવામાં આવ્યા તથા પસંદગીના સભ્યોને જશ્ન-એ-પુર તથા ઝી રિશ્તે એવોર્ડની મસ્તીભરી રાતનો હિસ્સો બનવા માટે આવકારવામાં આવ્યા હતા.
તેની આ મુલાકાત અંગે રોહિત સુચાંતિ કહે છે, “આ પ્રથમ વખત છે કે, હું ઝી રિશ્તે એવોર્ડનો હિસ્સો બન્યો છું અને હું તેના માટે અત્યંત ઉત્સાહિત છું. આ મારા માટે એટલા માટે ખાસ છે કે, કારણકે, તે મારો પ્રથમ એવોર્ડ શો છે. જોકે, સૌથી શ્રેષ્ઠ બાબતએ છે કે, હું તેના નાનામાં નાની બાબતોમાં ભાગ લઈ રહ્યો છું, હું અમદાવાદ પ્રવાસ કરી રહ્યો છું અને ઝી ટીવીના ચાહકોને શોનો હિસ્સો બનવા માટે આવકારી રહ્યો છું. અમે સમગ્ર દિવસ અમદાવાદમાં પસાર કર્યો અને સમગ્ર શહેરમાં ફર્યા, ઘણા લોકોને મળ્યા અને તેમની સાથે વાતો કરી, તેમની સાથે ગરબા રમ્યા અને કેટલીક સ્વાદિષ્ટ વાગનીઓ પણ ખાધી. મારા માટે આ અત્યંત યાદગાર અનુભવ છે અને હું દર્શકોની સાથે પ્રવાસ કરવા માટે ખરેખર અત્યંત ઉત્સાહિત છું, જેમને જશ્ન-એ-પુરના આ અદ્દભુત વેકેશન પર અમારી સાથે પ્રવાસ કર્યો.”
પૂર્વા ગોખલે ઉમેરે છે, “ઝી ટીવી તેના દર્શકોને આવકારીને જશ્ન-એ-પુરના તેના વેકેશન માટે એક અત્યંત નવીન કામ કરી રહ્યું છે. ખરેખર અમદાવાદની મુલાકાત લેવાનો તથા અમારા દર્શકો, ચાહકો અને ફોલોઅર્સની સાથે ચર્ચા કરવાનો અનુભવ આનંદદાયી રહ્યો. અમે ઇચ્છતા હતા કે, દરેકે દરેક આ ગ્રાન્ડ સેલિબ્રેશનની ઉજવણીનો હિસ્સો બને સાથોસાથ ઝી ટીવી પરિવારનો પણ હિસ્સો બને તેથી અમે આ શહેરમાં આવ્યા છીએ, જેનાથી તેમને અમારી સાથએ પ્રવાસ કરવા આવકારીએ છીએ તથા ઝી રિશ્તે એવોર્ડ ૨૦૧૯ની ભવ્ય ઉજવણીનો અનુભવ કરાવી શકીએ.”