અખાતના છ દેશો કુવૈત, સાઉદી, બહેરીન, કતાર, ઓમાન અને યુએઈમાં દરરોજ સરેરાશ ૧૫ ભારતીય લોકોના મોત થઇ રહ્યા છે. વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા ડેટા મુજબ વર્ષ ૨૦૧૪થી હજુ સુધી ૩૩૯૮૮ ભારતીય લોકોના અખાતી દેશોમાં મોત થઇ ચુક્યા છે જેમાં એકલા ૪૮૨૩ લોકોના આ વર્ષે મોત થયા છે.
કોંગ્રેસના સાંસદ અને ટીપીસીસીના પ્રમુખ ઉત્તમકુમાર રેડ્ડીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને લોકસભામાં કહ્યું હતું કે, સૌથી વધારે ભારતીયોના મોત સાઉદી અને યુએઇમાં થયા છે. તેલંગાણાના એનઆરઆઈ વિંગના અધિકારી ચેટ્ટી બાબુએ કહ્યું હતું કે, મૃત્યુ પામનાર ભારતીયોમાં સૌથી વધારે લોકો દક્ષિણ રાજ્યમાંથી છે. તેમણે કહ્યું હતું કે, ટીઓઆઈ તરફથી આ મુજબની માહિતી મળી ચુકી છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં તેલંગાણાના આશરે ૧૨૦૦ લોકોના મોત અખાતમાં થઇ ચુક્યા છે.
તેલંગાણા સરકારના એનઆઈઆર વિંગે કહ્યું હતું કે, મોતના મામલાની માહિતી માત્ર તેમની સામે આવી છે. જે પરિવાર માટે મફત એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.બાબુએ કહ્યું હતું કે, ગરીબી રેખાની નીચે ૮૫૦ પરિવારોને મૃતદેહને શમશાદપુર એરપોર્ટથી તેમના ગામો અને અન્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યા છે. આના માટે એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ કરાવવામં આવી છે.
વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, એકલા ઓક્ટોબર સુધી અખાત એનઆરઆઈ તરફતી ૧૫૦૫૧ ફરિયાદો આવીચુકી છે. આ લોકોએ રોજગારના નામ ઉપર એજન્ટો દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. મુરલીધરને લોકસભમાં કહ્યું હતું કે, મોટાભાગના ભારતીયોએ પગાર ન આપવા સહિતના મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.