અમદાવાદ શહેરમાં આવેલી અગ્રણી રિયલ્ટી અને હોમ ડેકોર સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની રુટ્સ ડેકોર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતની પ્રથમ ઇન્ટરેક્ટિવ વીઆર / એમઆર / એઆઈ આધારિત સિસ્ટમ સોલ્યુશનની શરૂઆત કરી છે, જે ઘર ખરીદદારો અને રિયલ્ટી ડેવલપર્સને તેની ખરીદી થાય તે પહેલા તેમના પ્રોજેક્ટ ડિઝાઇન અને સ્પેસ લેઆઉટ પ્લાનિંગ અને ડેકોરેશનની થીમની વાસ્તવિક કલ્પના કરવામાં મદદ કરે છે.
પરંપરાગત પ્રણાલીમાં યુઝર્સ અથવા રિયલ એસ્ટેટ ઉદ્યોગ અને હોમ ડેકોર ઇન્ડસ્ટ્રીઝના ખરીદદારોને વાસ્તવિક 360° સ્પેસ લેઆઉટ અને ડિઝાઇન પ્લાનિંગ જોવા અને અનુભવ કરવા માટે જે-તે કંપનીના પ્રોજેક્ટની જાતે જઇ મુલાકાત લેવાની ફરજ પડે છે. એવા પણ કિસ્સાઓ છે કે યુઝર્સ અથવા ખરીદદારો જેમની પાસે મર્યાદિત સમય હોય છે તેઓ જાતે જઇને પ્રોપર્ટી સાઇટની મુલાકાત લઈ શકતા નથી. રિયલ એસ્ટેટ અને હોમ ડેકોર ઇન્ડસ્ટ્રીઝની પરંપરાગત પ્રણાલીમાં કેટલીક મર્યાદાઓ છે જેવી કે સંભવિત ખરીદદારો પ્રોજેક્ટના આંતરિક અને બાહ્ય જગ્યાનો જીવંત અનુભવ કરી શકતા નથી અને તેવી જ રીતે સંભવિત ડેવલપર્સ પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ થાય તે પહેલા તેમના પ્રોજેક્ટની ઝાંખી કરવા માટેનો લાઇવ એક્સપિરિયન્સ ડેમો આપી શકતા નથી.
હોમ બાયર્સ અને રિયલ્ટી સેક્ટરની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે, રુટ્સે આ સોલ્યુશનોની રજૂઆત કરી છે જે ગ્રાહકની નજરે જરૂરિયાતોને સમજે છે અને પ્રોજેક્ટ્સ માટે અદભૂત અને આકર્ષક દ્રશ્યો ડિઝાઇન કરવામાં સક્ષમ છે. વિઝ્યુલાઇઝેશન ઇમેજીસ અને વિડિયોઝ બનાવવાથી માંડીને 360 ઇન્ટરેક્ટિવ પેનોરેમિક બનાવવા માટે કંપનીની આર્ટીસ્ટ ટીમ એક એક્સપિરિયન્સતૈયાર કરે છે, જે કન્સેપ્ટલાઇઝ્ડ પ્રોજેક્ટની વેચાણક્ષમતાને સુનિશ્ચિત કરે છે.
આ લોન્ચિંગ પ્રસંગે નિવેદન આપતા, રુટ્સ ડેકોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, “અમારા મિશનને અનુરૂપ અમે ગ્રાહકોને તેમની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇન્ટિરિયર સોલ્યુશન્સ વિઝ્યુઅલ ડિઝાઇન અને બિલ્ડિંગ મટિરિયલ પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જના વિસ્તૃત સોલ્યુશન ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસ કરીએ છીએ. તેની સાથે જ અમારા ગ્રાહકો તેમના સ્માર્ટ ફોન પર ગમે ત્યારે અને કોઈ પણ જગ્યાએ વીઆર સોલ્યુશનનો ઉપયોગ કરી શકશે અથવા તેઓ પ્રોજેક્ટ સાઇટ પર ડેડિકેટેડ સ્ટુડિયોમાં વીઆરના પાવરનો અનુભવ કરી શકશે. આમાં વિઝ્યુલાઇઝેશન સપોર્ટ, પ્રોપર્ટી ઇન્ટિરિયર અથવા બાહ્ય દૃશ્ય, સેમ્પલ ફલેટના દ્રશ્ય, વિડિયો વોક-થ્રુ, ફ્લાય-થ્રૂ અને 360 ઇન્ટરેક્ટિવપેનો રેમિકટૂલ્સ સામેલ છે.
પ્રોજેક્ટના રિયાલિસ્ટીક વ્યૂ ઉપલબ્ધ કરાવવા માટે, રુટ્સ ડેકોરની એક અનુભવી ટીમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) બેઝ્ડ દ્રશ્ય અનુભવ બનાવવા માટે સાઇટ ફોટોગ્રાફી, ડ્રોન ફોટોગ્રાફી અને વિડિયો શૂટિંગનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત બ્રોશર અને આર્કિટેક્ચર ડિઝાઇન પ્રેઝન્ટેશન માટે ટીમ યુઝર્સ માટે સ્માર્ટફોન પર ગમે ત્યાંથી પ્રોજેક્ટ્સના વીઆર એક્સપિરિયન્સ ઝડપી અને સરળ એક્સેસ માટે ક્યુઆર કોડલિંક બનાવે છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, “અમે અમારી ઓફિસમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ એક્સપિરિયન્સ સ્ટુડિયો બનાવ્યો છે અને અમે અમારા યુઝર્સની જરૂરિયાતો મુજબ પ્રોજેક્ટ સાઇટ ઉપર પણ સ્ટુડિયો બનાવ્યો છે.
આ યુનિટ કોન્સેપ્ટને ક્લાયન્ટો તરકથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને અમે અમદાવાદના 15થી વધુ ડેવલપર્સોને આ ટેકનોલોજી બેઝ્ડ સોલ્યુશન સફળતાપૂર્વક પુરા પાડ્યા છેઅને હવે અમે સ્ટુડિયો ફ્રેન્ચાઇઝ મોડેલને લોન્ચ કરી તેને ગુજરાત અને ભારતના અન્ય શહેરોમાં લઈ જઇશું તેવો વિશ્વાસ ધરાવીયે છીએ. ”
વીઆરની આવા પ્રકારની નવી અને અપકમિંગ ટેકનોલોજી એ રિયલ્ટી અને હોમ ડેકોર સેક્ટરનું ભવિષ્ય છેએ બાબત ઉપર ભાર મૂકવો જોઇએ.આનો એક્સપિરિયન્સ 3ડી ગ્લાસ, મોબાઇલ વીઆર, એચટીસી વિવે, ઓકુલસ, હોલોલેન્સ, પીસી, એક્સબોક્સ અને પ્લે સ્ટેશન પર થઈ શકે છે. આમ બધા એક્સપિરિયન્સ Android, IOS, MacOS, Linux અને ગેમ કન્સોલ ઉપર સપોર્ટેડ છે.
“અમદાવાદમાં 15થીવધુ રિયલ એસ્ટેટની અગ્રણી કંપનીઓએ સંભવિત ખરીદદારો અંતિમ નિર્ણય લેતા પહેલા તેઓ એપાર્ટમેન્ટના ઇન્ટિરિયરને જોઇ શકેતે માટે સક્ષમ બનાવવા આ ટેકનોલોજીને સ્થાપિત કરી દીધી છે. અમારા ક્યુઆરકોડ એનાલિટિક્સના અહેવાલ મુજબ, અમારા ક્લાયન્ટના સેમ્પલ હાઉસને 15,000 થી વધુ યુઝર્સે તેમના અનુકૂળ સમય અને સ્થળે તેમના સ્માર્ટફોન પર જોયા છે.”
એક ડેવલપર્સ ક્લાયન્ટ ના ક્ષેત્રએ આ સોલ્યુશન એટલું અસરકારક રીતે ઉપયોગમાં લીધું છે કે ત્યાં રીયલ સેમ્પલ એપાર્ટમેન્ટની જરૂરતરહેતીનથી, જે આજકાલ સામાન્ય ટ્રેન્ડ બની ગયો છે. નક્ષત્રના સીઈઓ જણાવે છે કે, “મોટાભાગના ખરીદદારોએ જણાવ્યું હતું કે 2 અને 3 બીએચકે એપાર્ટમેન્ટની ઇન્ટિરિયર સ્પેસનો વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) એક્સપ્રિરિયન્સ વાસ્તવિક સેમ્પલના ફ્લેટ જેટલો સારો લાગ્યોહતો.”
આઇનોવેશન વર્ચુઅલ રિયાલ્ટી દ્વારા સંભવિત ખરીદદારોને મકાન અને એપાર્ટમેન્ટ ના અંદરના ભાગોમાં ચાલવાની અને અનુભવ કરવાની મંજૂરી આપે છે. તેઓ જગ્યાને વાસ્તવિક અનુભવે છે તેની જીવંત લાગણીઓ કરાવે છે અને બધા ફર્નિચર અને ઘરના ડેકોરેશનની સ્ટાઇલ, કલર, એસેસરીઝપણ એક સાથે દેખાડે છે.
તેઓ દરેક બારીમાંથી બહારનું દૃશ્ય પણ જોવા માટે સમક્ષ હશે!તેથી તે વાસ્તવિક વસ્તુનો અનુભવ કરવાથી અલગ નથી, તે પણ બિલ્ડિંગનું બાંધકામ સમાપ્ત થાય તે પહેલા. વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ટેકનોલોજીનું એડવાન્સ વર્ઝન, યુઝર્સને હોમ ડેકોર માટેના વિવિધ વિકલ્પોની શોધ કરવા માટે ઇન્ટિરિયર સ્પેસ સાથે વાર્તાલાપ કરવાની મંજૂરી આપે છે. ટેકનોલોજી તેમને ઇન્ટિરિયર સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે જેવી રીતે કે એક બટનની ક્લિકથી તેઓ ફ્લોરિંગ, દિવાલો, બેઠકમાં ગાદી વગેરેનો રંગ અથવા સામગ્રીઓ બદલી શકે છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આ ટેકનોલોજીથી વેચાણની પ્રક્રિયામાં મોટું પરિવર્તન આવવાની સંભાવના છે. સેમ્પલ હાઉસ તૈયાર થાય ત્યાં સુધીની રાહ પણ જોવાના બદલે તેની પહેલાં જ તેઓ હકિકતમાં શો કેઝમાં એપાર્ટમેન્ટને નીહાળી શકશે, એટલું જ નહીં સંભવિત ખરીદીદારોએ વાસ્તિવક જગ્યાની મુલાકાત લેવાની પણ જરૂર પડશે નહીં તેઓ તેમના સ્માર્ટફોન પર ગમે ત્યાં હોય ત્યાંથી ઇન્ટિરિયર જોઈ શકે છે, ઉપરાંત વધુ આકર્ષક અને વાર્તાલાપના, જીવંત અનુભવ માટે પોતાની સાનુકુળતાએ નજીકના વીઆર સ્ટુડિયોની મુલાકાત લે છે.