રાની મુખર્જીની મર્દાની 2 એ તેના રુંવાડા ઊભા કરતા ટ્રેલરથી પ્રેક્ષકોને દિગ્મૂઢ કરી દીધા છે જેમાં રાની જે ક્રુર સિરિયલ બળાત્કાર કરનારને પકડવા પીછો કરતી જોવા મળે છે. આ ટ્રેલરે પોતાના યાતનાભર્યા, તિરસ્કૃત અને ધારદાર પાત્ર માટે દરેકને અચંબામાં મુકી દીધા છે કે ભારત યુવાનો દ્વારા થઇ રહેલી હિંસક ગુન્હાખોરીમાં થઇ રહેલા વધારાને અને આ યાતનાદાયક વાસ્તવિકતાની વાતને કેવી રીતે ચીનગારી ચાંપી છે તે કેવી રીતે જોઇ રહ્યુ છે.
મર્દાની 2ના લેખક અને દિગ્દર્શકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે, “મર્દાની 2 જેવી ફિલ્મના આઇડીયા આવી કેટલીક વાસ્તવિક જીવનની પ્રેરણામાંથી આવતી હોવાનું મનાય છે કારણ કે તમે આ ગુન્હાની ભયાનકતા વિશે અખબારોમાં વાંચ્યુ હશે, તેનાથી તમને આંચકો લાગ્યો હશે અને તમે યથાવત રીતે જીવી રહ્યા છો. મારી ફિલ્મ આ પ્રકારના અનેક બનાવોથી પ્રેરીત છે જે આખા દેશમાં થયા છે. મર્દાની 2 આ પ્રકારના ગુન્હાઓ કે જે યુવાનો દ્વારા કરવામાં આવ્યા છે, તે તેમાં રાષ્ટ્રભરમાં કઇ રીતે વધારો થઇ રહ્યો છે અને આપણે તેના તરફ લક્ષ્ય આપવાની જરૂર છે તેની પર કેન્દ્રિત છે. નાની વયના છોકરાઓ જે આ પ્રકારની હિંસા આચરી રહ્યા છે તે ગુન્હાઓ ને ભયાનક બનાવે છે અને તે વધુ દૂષણ એટલા માટે છે કે ચાલતી વખતે, વાત કરતી વખતે અને તમારી અને તમારા પરિવારની પાછળ બેઠા હોય તો તમે તેને કેવી રીતે ઓળખી શકો છો. મર્દાની 2 આ સામાજિક મુદ્દાને ઉજાગર કરે છે.”
રાની ફરી એક વખત અભય અને પ્રતિબદ્ધ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ શિવાની શિવાજીની ભૂમિકા મર્દાનગી 2માં ભજવી રહી છે. તેણીએ સુપરહીટ અને ભારે વખાણાયેલ પ્રિક્વલ મર્દાનીમાં અદ્વિતીય ભૂમિકા ભજવી છે, જેમાં તેણીએ બાળકોની ગેરકાયદેસર હેરાફેરીના ષડયંત્રને પકડી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. જેમાં તેણી મહિલાઓને પદ્ધતિસર રીતે લક્ષ્યાંક બનાવતી હતા તેવા ખલનાયકની સામે પડનાર ફિલ્મનું ટ્રેલર જોયા પછી પ્રેક્ષકો તેની પાસેથી કંઇ ઓછી અપેક્ષા રાખતા નથી.
મર્દાની 2માં રાનીને યુવાન છતાં ખતરનાક ખલનાયક કે જેને સ્પષ્ટ રીતે દુષ્ટ કહી શકાય તેની સામે બાથ ભીડાવતી દર્શાવવામાં આવી છે. મર્દાની 2ની સ્ટોરીલાઇન ક્યા વાસ્તવિક જીવનથી પ્રેરીત છે તેના વિશે અનેક ચર્ચાઓ થઇ રહી છે અને લાગે છે આપણને તેનો જવાબ મળી ગયો છે.
“બે વર્ષ પહેલા એક હિંસાએ રાષ્ટ્રને ગજવ્યું હતું. જે યુમાના એક્સપ્રે હાઇવે પર થયો હતો જેમાં ચાર મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ગુન્હાની મોડસ ઓપરેન્ડી અત્યંત સરળ હતી. આ ગુન્હાને પાર પાડવા માટે એક વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો તમે મર્દાની 2 જુઓ તો તેમાં ખલનાયક સ્પષ્ટ રીતે જ એક નિર્દોષ મહિલાને લેવા માટે કારનો ઉપયોગ કરે છે અને ત્યાર બાદ તેની યોજનાઓ પાર પાડે છે. એક્સપ્રે હાઇવે પરનો આ બનાવ અત્યંક ક્રૂર હતો. આરોપીએ કાર છીનવી લીધી હતી અને ત્યાર બાદ લૂંટ કરી હતી અને બળાત્કાર કર્યો હતો.
જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે યુવાના ગુન્હેગારોમાં કોઇ સંતાપની રેખાઓ ન હતી જેના કારણે પોલીસને એવી શંકા ગઇ હતી કે સમાન પ્રકારના બનાવો કદાય તેમના દ્વારા આચરવામાં આવ્યા હશે. આ બનાવ અને નિર્દયતાના પ્રકાર, પસ્તાવા વિનાના ગુન્હેગારો મર્દાની 2 પાછળની પ્રેરણા છે,” એમ પ્રોજેક્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.
આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત મર્દાની 2 રાનીની વૈશ્વિક બ્લોકબસ્ટર અને વિશ્વભરમાં રૂ. 250 કરોડની કમાણી કરનાર હીચકી બાદની બીજી રિલીઝ હશે. મર્દાની 2 13 ડીસેમ્બરના રોજ થિયેટરમાં જોવા મળે તેવી શક્યતા છે.