ગુજરાત સ્થિત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની દેસાઈ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સ (DFV), દેશમાં ગુણવત્તાયુક્ત કેળાંના અગ્રણી સપ્લાયર તરીકે તેની ૨૦મી જયંતિની ઊજવણી કરી રહી છે. ૮૦,૦૦૦ MT કરતાં વધુ જથ્થા અને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨,૫૦૦ કરતાં વધુ કન્ટેનર્સની નિકાસ સાથે કંપનીએ ‘બનાના કિંગ’ તરીકેની ઓળખ જાળવી રાખી છે.
આ પ્રસંગે વાત કરતાં, ડીએફવીના સ્થાપક અને ડિરેક્ટર અજીત દેસાઈએ જણાવ્યું હતું કે, “આજે, અમારી બ્રાન્ડ ‘હેપ્પી બનાના’ સ્થાનિક સ્તરે તેમ જ વિદેશી બજારોમાં દેશની અગ્રણી અને સૌથી વિશ્વાસપાત્ર બનાના બ્રાન્ડ છે. આ અદ્વિતીય સીમાચિહ્ન 5૦,૦૦૦ MT કરતાં વધુ વાર્ષિક નિકાસ સાથે કેળાંની સૌથી મોટી નિકાસકાર કંપની તરીકે DFVના વિકાસનું નિરૂપણ કરે છે. ગ્રાહકો અને ખેડૂતોને નવતર સોલ્યુશન્સ પૂરાં પાડવાના અનુભવોના દાયકાઓ બાદ, અમે ગ્રાહકોને સલામત અને તંદુરસ્ત પ્રિમીયમ ગુણવત્તાનાં કેળાં પૂરાં પાડવામાં નિપુણતાની પરંપરા પ્રસ્થાપિત કરી છે.”
બે દાયકા સુધી વ્યાપક વૃદ્ધિની સાક્ષી રહેનારી કંપનીએ અંતિમ વપરાશકર્તાઓ માટે તેનાં ઉત્પાદનોની પૂર્ણ પહોંચ સાથે સુગ્રથિત ફ્રૂટ કંપની બનવા માટે નવી વ્યૂહરચનાની પણ જાહેરાત કરી હતી. સમગ્ર સપ્લાય ચેઇનનું એન્ડ-ટુ-એન્ડ નિયંત્રણ તથા ઉત્પાદનો ભારતમાં તથા નિકાસનાં બજારોમાં ગ્રાહકોના ઘરઆંગણે શ્રેષ્ઠ ગુણવત્તામાં પહોંચે, તે સુનિશ્ચિત કરવા માટે કંપની ટેકનોલોજી, લોજિસ્ટિક્સ તથા માળખાકીય અસ્કયામતોમાં રોકાણ કરી રહી છે. ગુણવત્તા તથા ઉત્પાદન અર્થશાસ્ત્રમાં સુધારો લાવવા માટે કંપની કૃષિની અત્યાધુનિક પદ્ધતિઓ રજૂ કરીને સંપૂર્ણ નિયંત્રિત ઉત્પાદન કેન્દ્રો સાથે અત્યંત સમાવેશક ‘ભાગીદારીયુક્ત કૃષિ મોડેલ’ પણ શરૂ કરી રહી છે તથા આસપાસના ખેડૂત સમુદાયને શૈક્ષણિક અને નાણાંકીય સેવાઓ સાથે તેમની ઊપજ માટે સલામત ઓફ-ટેક પૂરો પાડશે. આ મોડલ ગ્રામીણ સમુદાયને ઉન્નત કરવામાં યોગદાન આપશે.
“અમે માળખાકીય સુવિધા નોંધપાત્ર રીતે સુદૃઢ કરવાની યોજના ધરાવીએ છીએ. અમે તાજી ઊપજના પ્રોસેસિંગ અને પેકેજિંગ માટે પેક-હાઉસમાં રોકાણ કરીશું તથા સેવન માટે સલામત અને સ્વચ્છ તાજી ઊપજ પૂરી પાડવા માટે પકવવા માટેની આધુનિક ચેમ્બર્સ સ્થાપીશું,” તેમ અજીતે ઉમેર્યું હતું.
જયંતી પર કંપનીએ મજબૂત સપ્લાય ચેઇન અને વિતરણ નેટવર્કની મદદથી તેના મલ્ટિ-ફ્રૂટ મોડલને સુદૃઢ કરવાની તેની વ્યૂહરચનાની જાહેરાત કરી હતી. કંપની અને કેળાં પર ધ્યાન આપવાનું યથાવત રાખશે અને ઉષ્ણકટિબંધીય તથા અન્ય ફળોની વ્યાપક શ્રેણીમાં વિસ્તરણ કરશે.
અજીત દેસાઈએ એક કોલ્ડ સ્ટોરેજ કંપની તરીકે DFVની સ્થાપના કરી, ત્યાર બાદ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા અને સૌથી સમાવેશક કૃષિ-ખાદ્ય પ્લેટફોર્મમાં સ્થાન ધરાવતા પાયોનીયરિંગ વેન્ચર્સે DFV માટે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ કર્યું હતું. ઉત્સાહી અને દૂરંદેશી ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતીને વેગ આપવામાં, તેનો અમલ કરવામાં તથા ગુજરાતના નવસારી ખાતે અધ્યાધુનિક કોલ્ડ સ્ટોરેજ પ્રસ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
DFVના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્કો ક્લિન્જના જણાવ્યા મુજબ, “ગુણવત્તામાં સુધારો લાવવા માટે તથા ખેડૂતોની આજીવિકા વધારવા માટે અમે ખેડૂત સમુદાય સાથે નિકટતાપૂર્વક કામગીરી કરી રહ્યાં છીએ. કંપનીનું અનોખું તથા સામાજિક રીતે જવાબદાર ‘ભાગીદારી કૃષિ મોડલ’ સુસંગત જથ્થો અને ગુણવત્તા પૂરાં પાડવા માટે નિયંત્રિત ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. આ મોડલનું ભવિષ્યમાં ફળોની વ્યાપક શ્રેણીમાં વિસ્તરણ કરવામાં આવશે. આજે વાર્ષિક ૧,૦૦,૦૦૦ MT કરતાં વધુ ફસલની સંભવિતતા સાથે અમે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનાં ગામોમાં ૩,૦૦૦ કરતાં વધુ ખેડૂતો સાથે સંકળાયેલાં છીએ. DFV ખેડૂતો સાથે લાંબા સમયથી પર્સ્થાપિત જોડાણઓ ધરાવે છે અને તે સાતત્યપૂર્ણ અને સામાજિક રીતે જવાબદાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનું સીમાચિહ્ન છે, જે વ્યક્તિગત અને નાના ખેડૂતો માટે લાભદાયી સ્થિતિ સર્જે છે.”
આજે, DFV ૧૦ દેશોમાં કાર્યરત છે. મધ્ય પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા કંપનીનાં મહત્વનાં આંતરરાષ્ટ્રીય બજારો છે. આ ઉપરાંત DFV દેશના સ્થાનિક બજારનો મહત્તમ હિસ્સો ધરાવે છે અને ૧૦ કરતાં વધુ શહેરોને ગુણવત્તાયુક્ત કેળાંનો પુરવઠો પૂરો પાડે છે.