અમદાવાદ : ધનતેરસ પર્વની આવતીકાલે દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. ધરતેરસનું હિન્દુ સમુદાય માટે વિશેષ મહત્વ રહેલું છે. ધનતેરસને ધન્યવાદનો અવસર બનાવવા માટે સોના-ચાંદી સાથે જોડાયેલા મોટા એકમો અને ગોલ્ડ જ્વેલરી સાથે જોડાયેલી મોટી કંપનીઓ આકર્ષક ઓફર સાથે આગળ આવી ચુકી છે. જુદી જુદી ઓફરો હેઠળ સોના-ચાંદીની જ્વેલરીમાં છૂટ આપવામાં આવી રહી છે. ગોલ્ડ જ્વેલરી મેકીંગ ચાર્જ પર ૨૫ ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. બીજી બાજુ ડાયમંડ જ્વેલરી પર પણ જંગી છૂટ આપવામાં આવી રહી છે. જુદા જુદા મોલમાં આ પ્રકારની ઓફરો કરાઈ રહી છે.
ધનતેરસ પર્વની આવતીકાલે દેશભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. એકબાજુ કારોબારીઓ દ્વારા ધનતેરસની વિશેષ રીતે પુજા કરવામાં આવનાર છે. જ્યારે બીજીબાજુ ધનતેરસ ઉપર સોના-ચાંદીની મોટાપાયે ખરીદી કરવામાં આવનાર છે. આજે સોનાનો ભાવ અદવાદામાં ઉચો રહ્યો છે. સોના ચાંદીના ઉંચા ભાવ હોવા છતાં આવતીકાલે જંગી ખરીદી સોના-ચાંદીની પણ કરવામાં આવનાર છે. છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીની કિંમતમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે.
ધનતેરસ ઉપર આવતીકાલે ખરીદીનો જોરદાર માહોલ રહી શકે છે. ૨૦૧૭ અને ૨૦૧૮ દરમિયાન ધનતેરસવેડા સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ હાલની સરખામણીમાં ઓછી હતી. હાલમાં ભાવ આસમાને પહોંચી ગયા છે. આના માટે કેટલાક વૈશ્વિક કારણો રહેલા છે. ભાવ આસમાન પર હોવા છતાં કિંમતોની ચિંતા કર્યા વગર આવતીકાલે જોરદાર ખરીદી કરવામાં આવે તે તેવી શક્યતા છે. હાલમાં આર્થિક મંદીનો માહોલ દેશના જુદા જુદા ભાગોમાં રહેલા છે. આના કારણે સામાન્ય લોકો ભારે પરેશાન થયેલા છે. કારોબારીઓ પણ ચિંતિત છે. જો કે હવે તેજી રહી શકે છે.