શમ્મીકપુરના જન્મદિવસે આજે ચાહકોએ તેમને યાદ કર્યા હતા. શમ્મી કપુર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક અગ્રણી અભિનેતા તરીકે હતા. ૧૯૫૦-૬૦ના દશકમાં શમ્મીકપુર છવાયેલા હતા. પૃથ્વીરાજ કપુરના ત્રણ પુત્રોમાં શમ્મીકપુર બીજા નંબરે હતા. રાજકપુર તેમના મોટાભાઇ અને શશીકપુર તેમના નાનાભાઇ તરીકે હતા. આ બંને કલાકારો બોલિવુડમાં ખુબ નામ કમાવી ચુક્યા છે. મુંબઇમાં જન્મ્યા બાદ શમ્મીકપુરનો મોટાભાગનો બચપન કોલકાતામાં નિકળ્યો હતો.
કારણ કે તેમના પિતા થિયેટર સ્ટુડીયોમાં કામ કરી રહ્યા હતા. મુંબઈ પરત આવ્યા બાદ સેન્ટજાસેફ સ્કુલમાં ભણવા માટે ગયા હતા. ત્યારબાદ ડોન બોસ્કો સ્કુલમાં ભણવા માટે ગયા હતા. શમ્મીકપુરે તેમનુ સ્કુલી શિક્ષણ યુઝ રોડ ઉપર આવેલી ન્યૂએરા સ્કુલમાંથી મેળવી હતી. હિન્દી સિનેમાંના સૌથી સફળ અભિનેતા તરીકે શમ્મીકપુરને ગણવામાં આવ્યા હતા.
પોતાની યુનિક સ્ટાઇલ માટે શમ્મીકપુર જાણીતા હતા. જીવનજ્યોતિ ફિલ્મમાંથી એન્ટ્રી કર્યા બાદ શમ્મીકપુરે તુમસા નહીં દેખા, દિલ દેકે દેખો, જંગલી, દિલ તેરા દિવાના, પ્રોફેસર, ચાઇના ટાઉન, રાજકુમાર, કાશ્મીરકી કલી, જાનવર, તીસરી મંજિલ, એન ઇવનિંગ ઇન પેરિસ, બ્રહ્મચારી અને અંદાજ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ૧૯૪૮માં શમ્મીકપુર સિનેમાંની દુનિયામાં પ્રવેશ્યા હતા. એ વખતે જુનિયર કલાકાર તરીકે તેમને મહિને ૧૫૦ રૂપિયા મળતા હતા. ૪ દશક સુધી તેઓ પૃથ્વી થિયેટરમાં રહ્યા હતા. ૧૯૫૨માં તેમનો છેલ્લા પગાર ૩૦૦ લીધો હતો. ૧૯૫૩માં તેમની પ્રથમ ફિલ્મ જીવનજ્યોતિ રજુ થઇ હતી. આશા પારેખ સાથે જાડી ખુબ જ લોકપ્રિય થઇ હતી.