લોકશાહી દેશમાં વિપક્ષની માત્ર હોબાળો કરીને સરકારને ભીંસમાં લેવાની રહી નથી. સારા અને પ્રજાલક્ષી મુદ્દા પર સહકારને પૂર્ણ ટેકો આપવાની પણ રહેલી છે. લોકો સાથે જોડાયેલા મુદ્દા પર તમામ પક્ષ સાથે રહે તે જરૂરી છે. કારણ કે ચૂંટાયેલા તમામ સાંસદો લોકોની સેવા માટે આવ્યા છે.
પ્રજાએ તેમના પ્રતિનિધીઓ તરીકે તેમને મોકલ્યા છે. આવી સ્થિતીમાં રાજકીય પક્ષબાજીથી ઉપર ઉઠીને દેશહિતના કામોને વિપક્ષે પણ સહકાર આપવો જાઇએ. સાથે સાથે પ્રજા હિતના મુદ્દા યોગ્ય રીતે મજબુત અવાજ સાથે ઉઠાવવો જાઇએ. વિપક્ષ પ્રજા સાથે જાડાયેલા મુદ્દા પર યોગ્ય રીતે રજૂઆત કરવાની સાથે સાથે રચનાત્મક ભૂમિકા અદા કરે તે પણ જરૂરી છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલામાં જા કોઇ ખામી છે તેને યોગ્ય રીતે રજૂ કરવાની ફરજ વિપક્ષની રહેલી છે. જા કે લોક કલ્યાણમાં લેવામાં આવેલા પગલાને ટેકો આપે તે પણ એક હકારાત્મક વિપક્ષની જવાબદારી છે. કારણ કે વિપક્ષમાં છે પરંતુ તેના સભ્યો પણ આખરે તો લોકસેવા કરવા માટે જ ચૂંટાઇને આવ્યા છે. જન કલ્યાણના મુદ્દાને સારી રીતે રજૂ કરવા તમામ ચૂંટાયેલા પ્રતિનિધીઓની ફરજ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી અવધિ માટે સત્તામાં આવ્યા બાદ કેટલાક કઠોર નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં કલમ ૩૭૦ની નાબુદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ કેટલાક કઠોર આર્થિક નિર્ણય કરવામાં આવ્યા છે. મોદી સરકારે તેની પ્રથમ અવધિમાં પણ કેટલાક કઠોર અને કેટલાક વિવાદાસ્દ નિર્ણય કર્યા હતા. જેમાં નોટબંધી અને જીએસટી જેવા કઠોર નિર્ણયનો સમાવેશ થાય છે. કેટલાક ખુબ કઠોર નિર્ણય કરવામાં આવ્યા હોવા છતાં સરકારની અને ખાસ કરીને મોદીની લોકપ્રિયતા અકબંધ રહી હતી. કારણ કે ભ્રષ્ટાચારના કોઇ મામલા આ ગાળામાં આવ્યા ન હતા. કેન્દ્ર સરકારમાં પૂર્વ વધારાના સચિવ તરીકે કામ કરી ચુકેલા મોહનદાસ મેનન સાફ રીતે માને છે કે લોકશાહીના આ કઠોર અને ખુબ જટિલ માહોલમાં સ્વરાજના મૂળ અર્થ લોકોની તાકાત અને કમજોરીને ઓળખી કાઢવાના છે. તેમની વધતી આશાઓ અને સંવેદનાને સમજી લેવાની વાત ખુબ મહત્વપૂર્ણ છે. એક ખામીવગરની લોકશાહી વ્યવસ્થ સ્થાપિત કરવા માટે આ દિશામાં આગળ વધવાની બાબત ઉપયોગી છે. ખામીવગરના લોકશાહી મોડલ માટે ઉપરોક્ત તમામ બાબતો પર ધ્યાન ખુબ જરૂરી છે.
ભારતીય રાજનેતા આ ક્રમમાં તરત જ પુરતીરીતે જ્યા જ્યારે જરૂર પડી ત્યારે લોકોના ઝનુન, સમસ્યાઓ અને ભાવના પ્રત્યે સંતોષજનક અને જવાબદારીપૂર્વકના વલણ સાથે નજરે પડ્યા છે. જા આવુ ન થયુ હોત તો ક્યારેય ખતમ ન થનાર અસંતોષની બાબતો લોકશાહી માટે પડકારરૂપ બની હોત અને અસંતોષની ભાવના ક્યારેય ખતમ થઇ ન હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સારી રીતે જાણે છે કે ભારતીય લોકશાહી માળખુ આવી તમામ બાબતને પહોંચી વળે તે હદ સુધી મજબુત છે. ભારતીય જનતા પાર્ટી માને છે કે તેમનો ઉદ્દેશ્ય પ્રભાવી રીતે સરકારને ચલાવીને જનમાનસમાંથી અસંતોષ અથવા તો નિરાશાની ભાવનાને દુર કરવાનો છે. આવી સ્થિતીમાં પણ સરકાર સામે કેટલાક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ દબાણ આવતા રહે છે. જેથી આના પ્રાભાવી સંચાલન માટે જરૂરી છે કે તે આ બાબતની ખાતરી કરે કે તે વહેલી તકે અને સરળરીતે દેશની પ્રજાને સામાન્ય ન્યાય મળે.
કાર્યપાલિકા ઇમાનદારીથી જરૂરી કાર્યવાહી કરે અને ન્નાયતંત્ર લોકોની સંવેદનશીલતાને સમજીને કાયદાનુ નિર્માણ કરે. આ રીતે સંબંધિત ક્ષેત્રોમાં કરવામાં આવેલા ઉપાયથી કેટલીક હદ સુધી દબાણની સ્થિતીનો સામનો કરી શકાય છે. મોદીને હજુ સુધી આ બાબતનો અનુભવ થઇ ગયો હશે.
રોચક બાબત એ છે કે ૧૮૩૦માં અવેક્સ ડિ નામની એક ફ્રાન્સીસ વ્યક્તિએ અમેરિકામાં લોકશાહી દરમિાન પરેશાનીને લઇને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી. તેમના મત ખુબ ઉપયોગી સાબિત થયા છે. આજે રાજકીય રીતે કોંગ્રેસની હાલત ભલે કફોડી હોય, ભલે તેની પાસે આંકડા પુરતા ન હોય છતાં વિપક્ષની ભૂમિકા સાર્થક ભૂમિકા હોય છે. રાષ્ટ્રીય હિતમાં સાર્થક વિપક્ષની ભૂમિકા અદા કરવાની તેની જવાબદારી બને છે. સત્તામાં બહુમતિ સાથે કોઇ પણ પાર્ટી કેમ ન હોય પરંતુ તેને દેશના લોકોના એકાધિકાર મળી જતા નથી. કારણ કે સુશાસન એકબીજા સાથે જોડાયેલી બાબતો છે. સત્તામં રહેતા માનવતા પણ એક પાસા તરીકે છે.
બીજી બાબત વિપક્ષમાં રહેલી કોઇ પણ પાર્ટી સત્તામાં આવ્યા બાદ દેશ પર પોતાના એકાધિકારને સમજી શકે નહી. સાથે સાથે જુની નારાજગી દુર કરવા માટે તે સત્તાનો ઉપયોગ પણ કરી શકે નહી. કારણ કે એક મજબુત વિપક્ષ પણ ભારતીય પ્રજા માટે ઉપયોગી હોય છે. હાલમાં મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી રહી છે. કોંગ્રેસની સાથે સાથે અન્ય રાજ્કીય પક્ષોએ તેમની ભૂમિકાને સમજીને લોકોના હિતોના મુદ્દા ઉઠાવવા જોઇએ..