દુનિયાની અગ્રણી ડાયમંડ માઈનિંગ કંપનીઓનું આંતરરાષ્ટ્રીય જોડાણ ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિયેશને પરિવર્તન અપનાવતા અને પ્રેરિત કરતા આંતરરાષ્ટ્રીય લિલામ ગૃહ સેફ્રોન આર્ટ સાથે ભાગીદારી કરી છે. રિયલ ડાયમંડ્સને પ્રમોટ કરવાના તેના પ્રયાસો ચાલુ રાખતાં ડીપીએ નિસર્ગના સ્વર્ગ તરીકે મેપિંગ ધ લીગસી ઓફ ઈન્ડિયન જ્વેલ્સની થીમ સાથે દ્વિવાર્ષિક જ્વેલરી કોન્ફરન્સ ડાયલોગ્સ ઈન આર્ટ સ્પોન્સર કરી રહી છે.
ડીપીએના મેનેજિંગ ડાયરેક્ટર રિચા સિંહે જણાવ્યું હતું કે ડીપીએ અને સેફ્રોન આર્ટ એકત્રિત રીતે વિશ્વસનીયતાની ખૂબીમાં માને છે. તેમની સાથે ભાગીદારી અમારે માટે અનુકૂળ ભાન છે. સેફ્રોન આર્ટ હંમેશાં અસલ શા માટે મહત્ત્વપૂર્ણ છે તેની આસપાસ વાર્તાલાપ ઊપજાવતી ડીપીએની પહેલની રેખામાં અનુકૂળ રીતે બંધબેસતા વિચારો અને સંકલ્પનાઓના આદાનપ્રદાન માટે મંચ આપે છે. અમારો હેતુ નૈસર્ગિક હીરાઓને તેમના શ્રેષ્ઠ પ્રકારમાં દર્શાવવાનો છે અને આ જોડાણ અમને અસલની દુર્લભતા, વારસો અને અમૂલ્યતા સમજવા શોખીનો સાથે વાર્તાલાપ પ્રેરિત કરવામાં મદદરૂપ થાય છે. ડીપીએ તરીકે અમે હીરાઓ સંબંધિત બધી માહિતીની પૂર્વગ્રહરહિત રિપોઝિટરી બનવા માગીએ છીએ અને અમારું લક્ષ્ય નૈસર્ગિક હીરાઓનાં હકારાત્મક પાસાંઓ પર ગ્રાહકોને માહિતગાર કરવા આ જોડાણનો લાભ લેવાનું છે.
સતત વૃદ્ધિ પામતી સિન્થેટિક દુનિયામાં હીરા ઉદ્યોગ અનોખો તરી આવવા સાથે નૈસર્ગિકતા અને વિશ્વસનીયતાનાં મુખ્ય મૂલ્યોમાં હજુ પણ ભારપૂર્વક વિશ્વાસ રાખીને નૈસર્ગિક હીરાની જ્વેલરીની નિર્મિતીમાં પરિણમે છે. આ માન્યતા સાથે ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિયેશન ઉદ્યોગ અને ગ્રાહકો માટે વ્હાય રિયલ મેટર્સનો વિચારપ્રેરક સંદેશનો પ્રચાર કરે છે, જે સાથે વિશ્વાસ નિર્માણ કરે છે અને પ્રો- નેચરલ સેન્ટિમેન્ટ માટે મંચ આપે છે.
પ્રતીકાત્મક કોન્ફરન્સમાં દુનિયાભરના કળા અને જ્વેલરીના શોખીનો રત્ન, દાગીના અને ખાસ કરીને અસલ હીરાઓની નોંધનીયતા પર ચર્ચા કરવા માટે એક છત હેઠળ આવશે. ડીપીએની આ પહેલ સેફ્રોન આર્ટ સાથે સહયોગમાં નૈસર્ગિક હીરાઓનું ટકાઉ મહત્ત્વ, અજોડતા અને સુસંગતતા આસપાસ વાર્તાલાપ ઊપજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.