જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગ દ્વારા આજે ભારતમાં ગુજરાત રાજ્યના કડી ખાતે નવા ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરના પ્રારંભની ઘોષણા કરવામાં આવી હતી. નવા સેન્ટરનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા કરાયું હતું. 22.5 મિલિયન ડોલર (અંદાજે ભારતીય રૂપિયા 157 કરોડ)ના રોકાણના પરિણામે, આ અનોખી સુવિધા કંપનીની વિશ્વસ્તરીય ઈનોવેશન ક્ષમતાઓને ભારત ઉપરાંત દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ અને યુરોપીયન માર્કેટ્સમાં રેસિડેન્શિયલ એર કંડિશનર્સ અને કમર્શિયલ પેકેજ્ડ એર કંડિશનર્સ વિકસિત કરવા પર મજબૂત લક્ષ સાથે આગળ વધારશે.
જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરમીત સિંઘે કહ્યું હતું, ‘ગુજરાત રાજ્યમાં અમે 2009માં મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ સાઈન કર્યુ ત્યારથી કડી ખાતેની અમારી મેન્યુફેક્ચરીંગ સુવિધા ભારતની સૌથી વિશાળ એર કંડિશનર મેન્યુફેક્ચરીંગ સુવિધાઓમાંની એક બની છે. જે 2009માં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું પરિણામ છે અને ખુદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રહેલા શ્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્દઘાટન કર્યુ હતું. ભારતમાં ગુજરાત રાજ્ય ખાતે આ નવા ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરની રજૂઆત સાથે રોકાણમાં વધુ એક સિમાચિહ્ન તે બની રહ્યું છે. આ એન્જિનિયરિંગ અને ઈનોવેશન હબ ગુજરાત રાજ્યને ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને સ્કીલ એન્હેન્સમેન્ટમાં વિશ્વના નક્શા પર મૂકશે. આ નવા ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર સાથે, અમે સ્થાનિક પ્રતિભાઓને ગતિશીલ ગ્લોબલ માર્કેટ આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવાની તેમની સ્કીલ્સ અને ક્ષમતાઓ દર્શાવવાનો મોકો આપશે.’
150થી વધુ એન્જિનિયર્સ અને કુલ 300ને અકોમોડેટ કરવાની ક્ષમતા સાથે આ નવું સેન્ટર રિલાયેબિલીટી લેબ્સ, એન્યુઅલ પર્ફોર્મન્સ ફેક્ટર લેબ્સ, ઈલેક્ટ્રોમેગ્નેટીક કમ્પેટિબિલિટી લેબ્સ, ઈલેક્ટ્રોનિક્સ લેબ્સ અને સેમી-એનેકોઈક લેબ્સ સહિતની વિશિષ્ટ રિસર્ચ અને ટેસ્ટીંગ લેબોરેટરીઝ સ્થાનિક એન્જિનિયરિંગ પ્રતિભાઓની સંભાવનાઓને મહત્તમ કરવા માટે સજ્જ છે. આ સેન્ટર વિશાળ રેન્જમાં યુઝર એક્સ્પિરિયન્સ ડિઝાઈન, ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન, સિમ્યુલેશન, કંટ્રોલ્સ, ડિઝાઈન ગુણવત્તા, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને એન્જિનિયરીંગ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ સહિતની ક્ષમતાઓ પણ રજૂ કરે છે. તેમાં એક્સ્પિરિયન્સ ઝોન પણ છે કે જે ગ્રાહકોને અદ્યત્તન એર કંડિશનીંગ ઈનોવેશન્સ અને ટેકનોલોજીસનો હાથોહાથ અનુભવ આપશે.
જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફ્રાન્ઝ સેરવિન્કાએ કહ્યું હતું, ‘આ જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગ માટેનું એક મહત્ત્વપૂર્ણ કદમ છે કે જેનાથી અમારી વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત થઈ શકશે. અમે અમારી ભારતમાં નિર્મિત પ્રોડક્ટ્સને પશ્ચિમ એશિયા, શ્રીલંકા, આફ્રિકા અને અન્ય સાર્ક એશિયન એસોસીએશન ફોર રિજિયોનર કોઓપરેશન (સાર્ક)ના દેશોમાં ખૂબ સારો આવકાર જોઈ રહ્યા છીએ. હવે આ નવું ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયા, મિડલ ઈસ્ટ અને યુરોપ માટે આ પ્રદેશોમાં અમારી વૈવિધ્યપૂર્ણ માર્કેટ આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવાની ક્ષમતાઓને વધારવા માટે નવી અને રોમાંચક પ્રોડક્ટ્સ વિકસાવવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.’
21042 સ્ક્વેર મીટર્સના ફ્લોર સ્પેસ સાથે, ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર મેન્યુફેક્ચરીંગ ટીમો સાથે મહત્તમ તાલમેળ માટે જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગ ઈન્ડિયા ફેક્ટરી સાથે સંલગ્ન છે. જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગનું જાપાનમાં બે અને ચીનમાં એક સહિત આ ચોથું ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર છે. તે કંપનીના તેના ગ્લોબલ ટેલેન્ટ પૂલ અને ડેવલપ પ્રોડક્ટ્સ વૈવિધ્યપૂર્ણ માર્કેટની આવશ્યક્તાને અનુરૂપ તેની પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રક્રિયાના વૈશ્વિકરણના લક્ષ્ય તરફનું મહત્ત્વનું કદમ છે.
જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગ એર કંડિશનીંગ ટેકનોલોજીના વધુ એડવાન્સમેન્ટ માટે ઊર્જા કાર્યક્ષમતા અને સાનુકૂળતા લાવવાનું ચાલુ રાખે છે.