પશ્ચિમી જંગતમાં કોર્પોરેટ બેક્ડ એમ્પ્લોઇ ગાર્ડન ખુબ લોકપ્રિય છે. ગુગલ, યાહુ અને પેપ્સિકો જેવી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ગાર્ડનિંગ માટે પ્રોત્સાહન આપે છે. કંપનીઓનુ માનવુ છે કે આના કારણે તેમની પ્રોડક્ટિવિટી વધે છે. સાથે સાથે મુડ યોગ્ય રહે છે. શોધ દર્શાવે છે કે ગાર્ડનિંગ કરવાથી ટેન્શન પણ ઘટી જાય છે. સાથે સાથે ખાવા પીવાની સારી ટેવ પડતી જાય છે. ઓર્ગેનિક ફોર્મનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારી બાબત રહે છે. દેશની કેટલીક કંપનીઓ વર્કપ્લેસ ગાર્ડનિંગને પણ અપનાવી ચુકી છે. તેમાંથી એક છે સાસકેન ટેકનોલોજી. જે પોતાની ઓફિસ બિલ્ડિંગની પાસે કંપનીના ૧.૫ એકડ ઓર્ગેનિક ફાર્માં આવુ કામ કરે છે. કંપનીએ આ ખાલી પડેલી જગ્યાને લીલીમ બનાવી દેવા માટેની યોજના તૈયાર કરી છે. જમીનને લીલીછમ બનાવી દેવા માટે વર્કપ્લેસ ગાર્ડનિંગ માટે કોન્સેપ્ટ અપનાવવાની તૈયારી દર્શાવી છે.
અહીં ટામેટા, પાલક મેથી, મક્કા અને અન્ય ચીજો લાગે છે. કેટલીક કંપનીઓ ઇન્ડોર પ્લાન્ટ્સને પણ પ્રમોટ કરી રહી છે. પુણેમાં એમ્બેસી ટેકઝોનમાં પણ વર્કપ્લેસ ગાર્ડનિંગને અપનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્મચારીઓને બિયા ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે. ગાર્ડનિંગ પ્લાન્ટસના જતન માટે હાર્ટિકલ્ચર ટીમ મદદ કરવા માટે તૈયાર રહે છે. પ્લાન્ટસની પાસે વર્મી કમ્પોસ્ટ પિટ્સના પોઇન્ટ્સ મુકવામાં આવ્યા છે. જ્યાં સુખા પાદડા અને ઘાસ નાંખી દેવામાં આવે છે. કોલકત્તામાં ઇન્ડિયન ઓટિજ્મ સેન્ટરમાં માહોલને ગ્રીન બનાવવા માટે વર્કપ્લેસ પર ચારેબાજુ ૫૦૦ છૌડ લગાવી દેવામા આવ્યા છે.
જ્યારે પણ કોઇ કર્મચારી કંપનીમાં સામેલ થાય છે ત્યારે તેને એક ડેસ્ક પ્લાન્ટ આપવામા આવે છે. દરેક કર્મચારી પ્લાન્ટને પાણી આપે છે. સાથે સાથે સુખા પાંદડા સાફ કરે છે. વર્કપ્લેસ ગાર્ડનિંગ કોન્સેપ્ટ હવે ભારતમાં પણ રોકેટગતિથી લોકપ્રિય થતા લોકો આમાં રસ લઇ રહ્યા છે. કેટલીક શોધમાં પણ આ બાબત લોકપ્રિય થઇ ગઇ છે કે આના કારણે કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધારે થાય છે. કર્મચારીઓના મુડ પર તેની સારી અસર રહે છે. કેટલાક લોકો તો હવે રૂટીન કામ તરીકે પણ આને ગણવા લાગી ગયા છે. આઇબીએમમાં કામ કરતા કર્મચારી સુબ્રમણ્યમ તો દર રોજ ટીમ બ્રેકના સમય પર ઓફિસ બિલ્ડિંગની પાસે નાનાકડા ગાર્ડનમાં પહોંચે છે અને ત્યાં ગ્રીનરી પર ધ્યાન આપી રહ્યા છે.