નવી દિલ્હી: મમલ્લાપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી ઝિનપિંગની શિખર બેઠક પહેલા ચીનના યુ ટર્નને લઇને લોકોમાં અને જુદા જુદા પક્ષોમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. બેઠક પહેલા કાશ્મીર પર ચીનના વલણના કારણે ભારતે કઠોર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ચીનના વલણ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે સરકારે હોંગકોંગમાં દમન અને ઉઇગરો પર થઇ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવી શકે છે. મોદી-શી વચ્ચે બેઠક પહેલા જ ખેંચતાણ વધી ગઇ છે.
ચીને ઝિનપિંગ પહોંચે તે પહેલા જ પ્રતિક્રિયા આપી હતી. જેમાં કાશ્મીર મામલાને સંબંધિત યુએન ચાર્ટર મુજબ ઉકેલવાની વાત કરવામાં આવી હતી. ભારતે ત્યારબાદ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તે પોતાના આંતરિક મામલામાં આ પ્રકારની ટિપ્પણીનુ સ્વાગત કરતુ નથી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ ચીનના વલણને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જમ્મુ કાશ્મીરના વિવાદને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મુજબ ઉકેલવાની જરૂર છે તેવા ચીનના નિવેદન અંગે પુછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ છે કે ભારતનુ હમેંશા સ્પષ્ટ વલણ રહ્યુ છે. તે પહેલાથી કહે છે કે કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે છે અને ચીન પણ અમારા વલણથી વાકેફ છે. ભારતના આંતરિક મામલા બીજાની ટિપ્પણી માટે નથી.
તેમણે કહ્યુ હતુ કે અમે ચીની પ્રખુ શિ ઝિનપિંગ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનની મુલાકાત સાથે જોડાયેલી રિપોર્ટને જોઇ ચુક્યા છીએ. જેમાં કાશ્મીર પર તેની ચર્ચાનો ઉલ્લેખ છે. શી ઝિનપિંગના આ નિવેદન બાદ તેઓ કાશ્મીર પર નજર રાખી રહ્યા છીએ. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ આ મુજબની વાત કરી છે. તેમણે કહ્યુ હતુ કે સરકારે હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન અને અત્યાચારના મુદ્દા પર ચીનને ભીંસમાં લેવા માટેના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે ચીન પર દબાણ લાવવામાં આવી શકે છે.