લોસએન્જલસ : સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અને દુનિયાની સૌથી મોંઘી અભિનેત્રીઓ પૈકીની એક મેગાન ફોક્સે એમ કહીને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે કે તે ક્યારેય વન નાઇટ સ્ટેન્ડમાં પડી નથી. પોતાની લાઇફમાં ક્યારેય વન નાઇટ સ્ટેન્ડમાં પડી હોવાના હેવાલને રદિયો આપતા મેગાને કહ્યુ છે કે તે કોઇ એવી વ્યક્તિ સાથે જેને તે પસંદ કરતી નથી તેની સાથે સેક્સ માણવાની કલ્પના પણ કરી શકે નહી. આ પ્રકારની બાબત પણ તેના માટે મહત્વ રાખતી નથી. જેનિફર બોડીની સ્ટાર અભિનેત્રીએ કહ્યુ છે કે જા તે કોઇની સાથે પ્રેમ કરતી નથી તો કયારેય સેક્સ માણવા અંગે વિચારણા કરી શકે નહી. આ વિચારમા પણ તેને બિમાર કરી નાંખે છે. તેનુ કહેવુ છે કે આ પ્રકારની વિચારધારામાં તે બિલકુલ વિશ્વાસ રાખતી નથી.
ફિમેલ ફર્સ્ટ ડોટ કોમના અહેવાલમાં મેગાનને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે તે સ્વતંત્ર વિચારધારા ચોક્કસપણે ધરાવે છે પરંતુ તે વન નાઇટ સ્ટેન્ડ જેવી બાબતોમાં વિશ્વાસ રાખતી નથી. થોડાક સમય સુધી પતિ બ્રાયન ઓસ્ટીન ગ્રીન સાથે અલગ રહ્યા બાદ તે હવે ફરી એકબીજાની નજીક આવી ગયા છે. મેગાને ઓગષ્ટ મહિનામાં જ ત્રીજા બાળકને જન્મ આપ્યા બાદ પતિ સાથે તેના સંબંધ ફરી એકવાર સારા બની ગયા છે. અભિનેત્રીએ એમ પણ કહ્યુ છે કે તે પોતાના કેરિયરમાં આગામી પગલાને લઇને પરેશાન પણ છે.
તેનુ કહેવુ છે કે ફિલ્મોમાં વધારે કામ કરવા માટે તે કોઇ ઝનુન ધરાવતી નથી. જો કે તેની પાસે મોટા બેનરની ફિલ્મો આવી રહી છે. સેક્સી સુપર સ્ટાર અભિનેત્રી મેગાન ફોક્સ પોતાની અંગત લાઇફની સાથે સાથે ફિલ્મ કેરિયરને આગળ વધારી દેવા ઇચ્છુક છે. તે કોઇ આડેધડ ફિલ્મો કરવા માંગતી નથી.