ચીની પ્રમુખ શી ઝિનપિંગની ભારત યાત્રા પર બાજ નજર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પુણે : ચીની પ્રમુખ શી જિંગપિંગની ઐતિહાસિક યાત્રા આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ યાત્રાને લઇને તમામ તૈયારી કરી લેવામાં  આવી છે. છેલ્લા કેટલાક દિવસથી તમામ સંબંધિત વિભાગો તૈયારીમાં લાગેલા હતા. ઝિનપિંગ એવા સમય પર ભારત આવી રહ્યા છે જ્યારે કલમ ૩૭૦ની નાબુદીના મુદા પર ભારત અને પાકિસ્તાન સામ સામે આવેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઝિનપિંગ વચ્ચે ૨૪ કલાકથી પણ ઓછા સમયગાળામાં ચાર જેટલી બેઠક યોજાનાર છે. જેમાં ત્રાસવાદ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. સેંકડો વિદ્યાર્થીઓ અને ડાન્સરો ચીની પ્રમુખ માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને લઇને રિહર્સલમાં લાગેલા છે. બંગાળના અખાત પર નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

સુરક્ષાને વધારવા જહાજાની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર સુરક્ષા પણ તીવ્ર કરી દેવામાં આવી છે. બીચ સાઇડ રિસોર્ટ ઉપર આ તમામ બેઠકો શરૂ થનાર છે. મોદી અને જિંગપિંગ વચ્ચે અનેક વખત બેઠક યોજાનાર છે. તમિળનાડુ પોલીસના ૮૦૦ પોલીસ જવાનો ટ્રાફિકની કામગીરીમાં લાગી ચુક્યા છે. આઈટીસી ગ્રાન્ડ હોટલમાંથી સુવિધા વધારવામાં આવી રહી છે. ચીની પ્રતિનિધિમંડળ મમલાપુરમ ખાતે રોકાનાર છે.

ઝિનપિંગ આવતીકાલે શુક્રવારના દિવસે ચેન્નાઈ પહોંચી રહ્યા છે. આને લઇને ચેન્નાઇમાં તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમના સ્વાગત માટે તમામ સંબંધિત વિભાગો તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમલાપુરમ ખાતે જિંગપિંગ દ્વિપક્ષીય મંત્રણાઓ યોજનાર છે. મમલાપુરમ ખાતે આખરીઓપ તમામ વિસ્તારને આપવા કારિગરો લાગેલા છે. અહીં મ્યુનિસિપલ કર્મીઓ સાફ સફાઈમાં લાગેલા છે. બીજી બાજુ અન્ય વર્કરો કામચલાઉ માળખાકીય સુવિધા વિકસિત કરી રહ્યા છે. તમામનું ધ્યાન ખેંચાય તે રીતે પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ મંદિરો અને અન્ય સ્મારકો ખાતે પ્રવાસીઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે.

Share This Article