ન્યુયોર્કમાં થોડાક દિવસ પહેલા આયોજિત કરવામાં આવેલા હાઉડી મોદી કાર્યક્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રાજદ્ધારી ભેટ અને વિદેશપ્રધાન જયશંકર નાદ પરથી રાજકીય પંડિતો અને નિષ્ણાંતોનુ ધ્યાન હજુ હટી રહ્યુ નથી ત્યારે હવે વધુ એક રાજદ્ધારી મોરચા પર મોટી બેઠક થવા જઇ રહી છે. વધુ એક ઉચ્ચસ્તરીય રાજદ્ધારી બેઠક માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. અલબત્ત આ કાર્યક્રમ આ વખતે ચેન્નાઇમાં આયોજિત કરવામાં આવી રહ્યુ છે. આગામી ૧૧ અને ૧૨ ઓક્ટોબરના દિવસે ચેન્નાઇની પાસે મમલ્લાપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી ઝિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. મમલ્લાપુરમ ભારત અને ચીનની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની દ્રષ્ટિથી પણ ખાસ મહત્વ રાખે છે.
ગયા વર્ષે વુહાનમાં થયેલી બેઠકમાં કોઇ એજન્ડા નક્કી કરવામાં આવ્યા ન હતા. અહીં પણ કોઇ એેજન્ડા વગર જ વાતચીત થાય તેવી શક્યતા છે. એક રીતે કહેવામાં આવી શકે છે કે તે વૈશ્વિક રાજદ્ધારી નીતિમાં એક નવા પ્રકરણની શરૂઆત થવા જઇ રહી છે. જ્યાં સુધી ભારતીય દ્રષ્ટિકોણની વાત છે બંને નેતાઓએ વુહાનમાં વાતચીત વેળા વિચારોની આપલે કરવામાં આવી હતી. બંને નેતાઓએ એ વખતે સહમતી દર્શાવી હતી કે ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં વાતચીતના આધાર પર સંભાવના, પ્રાથમિકતા અને વિચાર સંબંધિત વ્યુહાત્મક મંત્રણાનુ સ્તર વધારી દેવામાં આવનાર છે. મમલ્લાપુરમ કાર્યક્રમના સંભવિત પરિણામ પર ચર્ચા કરતા પહેલા કેટલીક બાબતોને સમજી લેવાની બાબત સૌથી ઉપયોગી દેખાઇ રહી છે. એશિયાના બે પ્રમુખ દેશોના વડા વચ્ચે આ બેઠક યોજાઇ રહી છે. આવા કાર્યક્રમ પર નજર રાખનાર ટિપ્પણીકાર ડેવિડ રેનોલ્ડ્સના કહેવા મુજબ આ એક પ્રકારના નાટક તરીકે છે. જે ઇતિહાસ રચવા માટે કરવામાં આવે છે.
આ દર્શન પર કેટલીક બાબતો જોડાયેલી છે. ખાનગી સંબંધોના આધાર પર સારા રાજદ્ધારી પરિણામ કઇ રીતે હાંસલ કરી શકાય છે તે બાબત આની સાથે જોડાયેલી છે. વિસ્ટન ચર્ચિલે વર્ષ ૧૯૫૦માં એડિનબરામાં પ્રથમ શિખર બેઠક જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ પ્રકારની બેઠકના પરિણામના ચોક્કસપણે પોતાના ઇતિહાસ રહ્યા છે. મોદી અને ઝિનપિંગ વચ્ચે યોજાનાર આ શિખર બેઠકથી વુહાન ખાતે વ્યુહાત્મક બેઠકના પરિણામને વધુ મજબુત કરવાની તક રહેશે. વર્ષ ૨૦૧૭માં ભારત અને ચીન વચ્ચે ડોકલામમાં જટિલ સ્થિતી સર્જાઇ ગઇ હતી. બંને દેશો આમને સામને રહ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ડોકલામમાં બંને દેશોની વચ્ચે વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો હતો. વુહાન વાતચીતમાં બંને નેતાઓએ કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપ્યુ હતુ. જે પૈકી દરેક દેશના સ્થાનિક વિકાસ અને દિશાનો સમાવેશ થાય છે. વૈશ્વિક ઘટનાક્રમ પર બંને દેશોના વલણ અને ભારત અને ચીન વચ્ચે દ્ધિપક્ષીય સંબંધોને વધારે મજબુત કરવાના ત્રણ મુખ્ય મુદ્દા વુહાન ખાતે રાખવામાં આવ્યા હતા.
વુહાન બાદ બંને દેશો વધારે નજીક આવ્યા હતા. સરહદ પર સંઘર્ષની કોઇ સ્થિતી સર્જાઇ ન હતી. એવુ બની શકે છે કે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદીનો મુદ્દો આમાં રહી શકે છે. તેની અસર જાવા મળી શકે છે. ચીનનુ વલણ આ મામલે અયોગ્ય રહ્યુ છે. ચીનનુ આ વલણ વિદેશ પ્રધાન જયશંકરના ચીન પ્રવાસ બાદ આવ્યુ હતુ. જયશંકર કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરવાના મુદ્દા પર ભારતનુ વલણ સ્પષ્ટ કરવા માટે ચીન પહોંચી ગયા હતા. વિદેશ પ્રધાને એ વખતે એવી ખાતરી આપી હતી કે આ નિર્ણયના કારણે ભારતીય સરહદ પર કોઇ અસર થનાર નથી. સાથે સાથે ચીન સાથે જાડાયેલી એલએસી પર તેની કોઇ અસર થનાર નથી. કાર્યક્રમની તારીખ જેમ નજીક આવી છે તેમ તેમ દુનિયાના દેશોની નજર પણ તેના પર કેન્દ્રિત થઇ રહી છે. મોદી ચીનને લઇને પોતાનુ વલણ એકમદ નવુ સાહસી અને સશક્ત કરી ચુક્યાછ. આંતરરાષ્ટ્રીય સ્તર પર મોદી એક એવા લીડર તરીકે ઉભરીને આવ્યા છે જેમને વિશ્વમાં મહત્વ મળી રહ્યુ છે. ચીને હાલમાં જ ભારતની હિમ વિજય કવાયતને લઇને વાંધો ઉઠાવ્યો હતો. તમામ ઘટનાક્રમની અસર પણ તેના પર રહેનાર છે. મોદીના હાઉદી કાર્યક્રમ બાદ તેમનુ કદ અનેક ગણુ વધી ગયુ છે.