નવીદિલ્હી : દિલ્હીમાં મોટા હુમલા કરવા માટે જેશના ત્રાસવાદીઓ પ્રતિબંધિત સંગઠન સીમીનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ દિલ્હીમાં ૧૩મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે કરવામાં આવેલા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આત્મઘાતી હુમલા માટે જેશ, લશ્કરે તોયબા અને અન્ય ત્રાસવાદી સંગઠન સીમીનો ઉપયોગ કરી શકે છે. સીમીની ગતિવિધી હાલમાં ચાલી રહી છે. સીમાના નેટવર્કમાં કામ કરીને દિલ્હીમાં સ્લીપર સેલ તરીકે ત્રાસવાદીઓ સક્રિય હોઇ શકે છે. સીમીના નેટવર્કમાં કેટલાક ત્રાસવાદીઓ પોકના હોઇ શકે છે. દિલ્હીમાં ત્રાસવાદી હુમલાને લઇને ઇટપુટ મળ્યા બાદ ગુપ્તચર સંસ્થાઓ પણ જુદી જુદી ટુકડીમાં વિભાજિત થઇ ગઇ છે. એક ટીમ માને છે કે ત્રાસવાદીઓની કોડ વર્ડમાં કરવામાં આવેલી વાતચીત ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા બાદ સુરક્ષા મજબુત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ વધારે સક્રિય થઇ ગઇ છે.
પાંચથી સાત ત્રાસવાદીઓ દિલ્હીમાં ઘુસી ગયા હોવાના ઇનપુટ મળ્યા પછી દિલ્હીમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તમામ સુરક્ષા પાસા પર નજર રાખવામાં આવી રહી છે. મોટા હુમલાની માહિતી મળ્યા બાદ મો, સિનેમા હોલર, માર્કેટ, બસ સ્ટેન્ડ, મેટ્રો અને વિમાની મથકો ખાતે સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે.
ત્રાસવાદીઓની ઘુસણખોરીના કારણે મોટા હુમલાનો ખતરો વધી ગયો છે. ખુબ જ વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે આશરે એક ડઝન જેટલા ત્રાસવાદીઓ દિલ્હીમાં ઘુસી ચુક્યા છે અને હુમલા માટે યોગ્ય તકની રાહ જોઇ રહ્યા છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક)માં બેઠેલા તેમના આકાઓ તરફથી સુચના મળ્યા બાદ આ ત્રાસવાદીઓ ઘુસી ગયા છે. જેશના ત્રણથી ચાર ટ્રેનિંગ મેળવી ચુકેલા ગ્રુપને કરો અથવા તો મરોના ટાસ્ક સાથે દિલ્હી, કાશ્મીર અને પંજાબમાં મોકલી દેવામાં આવ્યા છે.