અમદાવાદ : સોની સબ પર ફેન્ટસી ડ્રામા બાલવીર રિટર્ન્સે રોચક વાર્તારેખા, મંત્રમુગ્ધ કરનારા સેટ્સ અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ સાથે દર્શકોને હંમેશાં આકર્ષ્યા છે. વીર લોક અને કાલ લોકની બે ચમત્કારી દુનિયાની પાર્શ્વભૂમાં સ્થાપિત આ ચમત્કારી સવારીમાં બાલવીર (દેવ જોશી) આ વખતે અમુક રોમાંચક નવા સાથીઓ સાથે પ્રવાસે નીકળી પડ્યો છે. અગાઉના પરી લોકમાં ધરમૂળથી ફેરફાર થયા હોવાથી બાલવીર તેનો વારસો સંભાળી શકે તેવો સક્ષમ સમોવડિયો શોધી રહ્યો છે. જોકે તેનો ઉત્તર પૃથ્વી પર વહાલા નટખટ બાળક વિવાન (વંશ સયાની)ના રૂપમાં છે તેનો ખ્યાલ નથી.
આ અપવાદાત્મક ફેન્ટસી ડ્રામામાં દર્શકોને અમુક અણધાર્યા વળાંકો જોવા મળશે, કારણ કે બાલવીર સામે વધુ એક મોટો પડકાર આવી રહ્યો છે. આ વખતે તિમનાસા (પવિત્રા પુનિયા)ની આગેવાનીમાં કાલ લોકનાં શયતાની બળો સાથે તેણે લડવાનું છે. હુકમશાહ બનવાનું આખરી લક્ષ્ય અને સંપૂર્ણ બ્રહ્માંડ પર રાજ કરવા માગતી તિમનાસા પૃથ્વી પર રહેતા બાલવીરના સમોવડિયાને હાનિ પહોંચાડવા માટે કશું પણ કરવા માટે તૈયાર છે. વિવાનની બાલવીરના સમોવડિયા તરીકે પસંદગી થઈ છે તેનાથી સાવ અજાણ હોઈ તે દુનિયાને બચાવવા માટે પોતાની શક્તિઓનો સૂઝબૂઝથી ઉપયોગ કરે છે.
કલાકારોને અમદાવાદના અત્યંત ઊર્જાત્મક શહેરમાં પ્રમોશનલ ટુર શરૂ કરવાની બેહદ ખુશી થઈ. તેમનાં અપવાદાત્મક પાત્રો અને શોને મળતા પ્રેમ અને વહાલથી પ્રભાવિત કલાકારો તેમના ચાહકોને મળવા અને શુભેચ્છા આપવા માટે ભારે જોસમાં હતા. તેમણે રંગબેરંગી નવરાત્રિની ઉજવણી પણ કરી હતી.
બાલવીરની ભૂમિકા ભજવતા દેવ જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં બાલવીર રિટર્ન્સ માટે અમારું પ્રમોશન શરૂ કરવાનો મને ભારે રોમાંચ છે, જે મારું વતન છે અને સોની સબ ટીમને આભારી મને ખાસ કરીને નવરાત્રિમાં અમદાવાદની મુલાકાત લેવાનો મોકો મળ્યો તેથી ખુશીનો કોઈ પાર નથી. બાલવીરની ભૂમિકા મારા મનની નજીક છે અને દરેકે આ ભૂમિકાને બહુ પ્રેમ આપ્યો છે તેની ખુશી છે. અમારા વહાલા ચાહકોને રૂબરૂ મળવાની બહુ મજા આવી. તેમનો મનગમતો સુપરહીરો તિમનાસાની સમે લડે છે ત્યારે બાલવીર અને તેના સમોવડિયા વિવાન આગળ શું કરશે તે જાણવાની તેમને તાલાવેલી રહેશે.
તિમનાસાની ભૂમિકા ભજવતી પવિત્રા પુનિયાએ જણાવ્યું હતું કે ફેન્ટસી ડ્રામા બાલવીર રિટર્ન્સનો હિસ્સો બનવાની મને બેહદ ખુશી છે. નકારાત્મક પાત્ર ભજવતી હોવા છતાં તે પડકારજનક છે. દર્શકોએ તિમનાસાની ભૂમિકાના સરાહના કરી છે તે જાણીને ખુશી થાય છે. હું અમદાવાદના મીઠા લોકોને મળીને બહુ ખુશ છું. શહેરના અમુક વિખ્યાત નાસ્તાઓ મેં માણ્યા હતા.