નવીદિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સના પાટનગર પેરિસમાં આઠમી ઓક્ટોબરના દિવસે રાફેલ વિમાનમાં ઉંડાણ ભરનાર છે. સત્તાવાર સુત્રોએ કહ્યુ છે કે તેઓ ફ્રાન્સીસી એરફોર્સ બેઝ પર ઉંડાણ ભરનાર છે. સાતમી ઓક્ટોબરના દિવસે રાજનાથ સિંહ પેરિસ જવા માટે રવાના થશે. આઠમી ઓક્ટોબરના દિવસે ભારતીય હવાઇ દળના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન સોંપવામાં આવનાર છે.
ફ્રાન્સને કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાન સોંપવા માટે કહેવામાં આવ્યુ છે. સુત્રોના કહેવા મુજબ સંરક્ષણ પ્રધાન વિમાન હાંસલ કરી લીધા બાદ તેમાં ઉંડાણ ભરનાર છે. કાર્યક્રમમાં ફ્રાન્સની ટોપના સૈન્ય અધિકારીઓ અને રાફેલ નિર્માણ કરનાર દસા એવિએશનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેનાર છે. સિંહ નવમી ઓક્ટોબરના દિવસે ફ્રાન્સના ટોપમના સંરંક્ષણ અધિકારીઓની સાથે બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહકારના મામલે વાતચીત કરનાર છે.
ભારતીય વાયુસેનાના ઉચ્ચ સ્તરીય દળ સાથે કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતે વર્ષ ૨૦૧૬માં ફ્રાન્સની સાથે ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ વિમાન ખરીદવા માટેની સમજુતી કરી હતી. આ વિમાન મોટા પ્રમાણમાં શÂક્તશાળી અને મિસાઇલ લઇ જવામાં સક્ષમ છે. ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રાફેલને લઇને ઉત્સુક છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રાફેલ મામલે ભારતમાં લોકસભાની ચૂંટણી વેળા ભારે હોબાળો થયો હતો.
કોંગ્રેસના એ વખતના પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલના મામલે વ્યાપક ભ્રષ્ટાચારનાઆરોપ વડાપ્રધાન મોદી પર કર્યા હતા. રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન તરીકે રાફેલને લઇને ભારે આશાવાદી છે. હાલમાં લડાયક મુડમાં પણ નજરે પડ્યા છે. રાજનાથ સિંહ આક્રમક વલણ અપનાવી રહ્યા છે.