દેશ અને દુનિયામાં હાલમાં જોરદાર મંદી પ્રવર્તી રહી છે. મંદીની સ્થિતી વચ્ચે દુનિયાના દેશોમાં રહેતા લોકોને વિવિધ મુશ્કેલીનો સામનો કરવો પડી શક છે. અમેરિકા સહિતના દેશો પણ મંદીથી હાલમાં પરેશાન છે. આના માટે જુદા જુદા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો જવાબદાર દેખાઇ રહ્યા છે. એકબાજુ ભારતમાં કઠોર આર્થિક પગલા અને સુધારા પગલાના કારણે મંદી વધી છે. જ્યારે ક્રુડમાં ઉથલપાથલની અસર પણ જોવા મળી છે.
સામાજિક અને રાજકીય એકીકરણની સાથે સાથે વર્ષ ૧૯૯૦થી વિશ્વમાં ઉદારીકરણનો દોર પણ શરૂ થઇ ગયો હતો. એ ગાળાથી લઇને હજુ સુધી વિશ્વના દેશોમાં ઉદારીકરણનો દોર ચાલી રહ્યો છે. જે કરોડો લોકો માટે ઘાતક પણ સાબિત થયો છે. આના કારણે બેરોજગારીમાં પણ વધારો થયો હોવાની વાત કેટલાક અર્થશાસ્ત્રી કરી રહ્યા છે. ઉદારીકરણના દોરમાં આર્થિક ઉદારીકરણની ભૂમિકા સૌથી મોટી રીતે ઉભરીને સપાટી પર આવી છે. ભારત સહિત દુનિયાના દેશો પર આની અસર થઇ છે. ભારત સહિના કેટલાક વિકાસશીલ દેશોને આના લાભ પણ સૌથી વધારે થયા છે પરંતુ પરોક્ષ રીતે આની અસર પણ જોઇ શકાય છે. ઉદારીકરણના કારણે વિકાશશીલ દેશોને પોતાના ત્યાં ગરીબીને ઘટાડી દેવા અને અને તકલીફોને ઓછી કરવામાં મદદ મળી છે.
બ્રિટન યુરોપિયન યુનિયનથી બહાર થઇ ગયા બાદ તેની ચર્ચા થઇ રહી છે. બ્રિટનના યુરોપિયન યુનિયનથી બહાર થવાના નિર્ણય, અમેરિકા દ્વારા ઇમિગ્રેશન નિયમોને વધારે કઠોર કરવા, વેપાર પર ચાર્જ સહિત ડ્યુટી લાગુ કરવાના નિર્ણય અને કેટલાક વેપાર સમજુતીને રદ કરવાના નિર્ણય જેવા કેટલાક એવા મોટા અને સાહસી નિર્ણય તાજેતરના સમયમાં કરવામાં આવ્યા છે જેની અએસર જાવા મળી રહી છે. આ તમામ નિર્ણયોના કારણે વિશ્વના દેશો ઝડપથી બિન ઉદારીકરણની દિશામાં આગળ વધી ગયા છે. અમેરિકાએ હાલમાં ચીન અને યુરપિયન યુનિયન, કેનેડા, અને ભારત સામે વેપાર યુદ્ધ છેડીને નવી ચર્ચા જગાવી છે.
હકીકતમાં દુનિયાના કેટલાક વિકસિત દેશો કેટલીક સંરક્ષણવાદની નીતિ અપનાવી રહ્યા છે. વૈશ્વિકરણના લાભની અસમાન વહેંચણી, વધતી જતી અસમાનતા અને ઘટતી જતી રોજગારીની અસર આના કારણે જોવા મળી રહી છે. આ તમામ નિતીઓ આગામી દિવસોમા વધારે ઘાતક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત આઇએસ જેવા ખતરનાક ત્રાસવાદી સંગઠનના ઉદય અને તેના કારણે યુરોપિયન દેશોને ટાર્ગેટ બનાવવાના કારણે પણ પ્રતિકુળ અસર થઇ રહી છે. સુરક્ષા માટે ખતરા રૂપ બની રહેલા ત્રાસવાદીના કારણે ઇમિગ્રેશનની સ્થિતી ઓછી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ઉદારીકરણ પર હુમલા જારી રહ્યા છે. કોઇ સમય ઉદારીકરણના મામલે સૌથી આગળ રહેલા અમેરિકા હવે હુમલામાં સૌથી આગળ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્મ્પ દ્વારા હાલમાં લેવામાં આવેલા નિર્ણયોના કારણે આની શરૂઆત થઇ ગઇ છે. વેપાર યુદ્ધના કારણે મંદીને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. અમેરિક પ્રમુખને પણ કેટલાક અંશે આના માટે જવાબદાર ગણી શકાય છે.