દેશની સંસ્કૃતિને સામાન્ય રીતે તો અમે ગંગા અને યમુના કહીએ છીએ. સર્વધર્મ સમભાવ આની ઓળખ તરીકે રહેલી છે. પરંતુ કોઇને કોઇ કારણસર તહેવારોના પ્રસંગ પર જ એવા લોકો અને સંગઠનો સક્રિય થઇ જાય છે જે જુદા જુદા સમુદાય વચ્ચે અંતર વધારી દેવા માટેનુ કામ કરતા રહે છે. જુદા જુદા સમુદાય વચ્ચે ઉશ્કરેણીજનક કૃત્યો આવા લોકો અને સંગઠનો દ્વારા કરવામાં આવે છે. નવરાત્રીની શરૂઆત દેશમાં થઇ ચુકી છે. દેશભરમાં ગરબા રાસ ડાંડિયાની ધુમ જોવા મળી રહી છે. આવી સ્થિતીમાં હવે બજરંગ દળે ફરમાન જારી કરીને કહ્યુ છે કે ગરબાના સ્થળની નજીક બિન હિન્દુ લોકોના પ્રવેશને રોકવામાં આવે. ગરબા અને ડાન્સના આયોજકોને અહીં સુધી કહેવામાં આવ્યુ છે કે આ આયોજનમાં બિન હિન્દુઓ અંગે માહિતી મેળવી લેવા માટે આધાર કાર્ડ અને અન્ય ઓળખ પત્રોને ફરજિયાત કરવામાં આવે તે જરૂરી છે. બિન હિન્દુઓને પ્રવેશથી રોકવા માટેના કેટલાક કારણો આપવામાં આવ્યા છે
જેમાં એક કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા આયોજનમાં મહિલાઓ અને યુવતિઓની છેડતીની ઘટનામાં ઉલ્લેખનીય વધારો થયો છે. આયોજકોના નામે ખુલ્લા પત્રમાં કેટલીક વાત સાફ શબ્દોમાં કરવામાં આવી છે. બજરંગ દળે આવા આયોજનમાં પિડિતાઓનો બચાવ કરવા અને યવાનોની સાથે મારામારીની ઘટનાઓનો વધારો થયો છે.
આ કોઇ પ્રથમ વખત આવુ બન્યુ નથી જ્યારે આ પ્રકારની ખુલ્લી વાત કોઇ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોએ ગરબામાં જનાર લોકો પર ગો મુત્ર છટકાવ માટે શુદ્ધિકરણ અભિયાન ચલાવીને ચર્ચા જગાવી હતી. જે લોકોને આને ગરબાના આયોજકો અને લોકોના વિરોધના કારણે છેલ્લી ઘડીએ બંધ રાખવાની ફરજ પડી હતી. બે વર્ષ પહેલા જ ગુજરાતમાં જ ગરબા નિહાળવા માટે આવેલા એક યુવાનની હત્યા કરી નાંખવામાં આવી હતી. બજરંગ દળ દ્વારા નવેસરથી ફરમાન જારી કરવા પાછળ તેના હેતુ સારા હોઇ શકે છે. પરંતુ જ્યારે સમુદાયને ટાર્ગેટ કરીને આધાર કાર્ડને ફરજિયાત કરવાની વાત કરવામાં આવે છે ત્યારે અડચણો ઉભી થાય છે.
સમાજકંટકો માટેના કોઇ વર્ગ વિશેષ હોતા નથી. અમારા ત્યાં દિવાળી, ક્રિસમસ અને ઇદના તહેવાર તમામ લોકો સાથે મળીને ઉજવે છે. કેટલાક હિન્દુ લોકો પણ રમજાનમાં રોજા રાખે છે. જ્યારે કેટલાક મુસ્લિમ પણ ગણેશ ઉત્સવમાં સામેલ થાય છે. જો આવુ છે તો આવા પ્રતિબંધની જરૂર શુ છે. આવા પ્રતિબંધ ખુબ જ નકારાત્મક રહેલા છે. આજે બજરંગ દળ આવા ફરમાન જારી કરે છે. આવતીકાલે કોઇ અન્ય સંગઠન આવા જ ફરમાન જારી કરશે. આમાં કોઇ શંકા નથી કે હવે ગરબા ડાંડિયા રાસના નામે હવે નાચ ગાવાના કેટલીક જગ્યાએ તો પ્રદર્શન પણ થવા લાગી ગયા છે. મોડી રાત સુધી થતા આવા આયોજનમાં કેટલીક વખત તો મર્યાદા ભંગ કરવામાં આવે છે. ધાર્મિક કાર્યકમોને પરંપરાગત રીતે મનાવવામાં આવે તે જરૂરી છે. તેમાં ઉશ્કેરણીજનક કૃત્યો થવા જોઇએ નહીં.