તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોંકાવનારા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પર્યાવરણ સાથે સંબંધિત જુદા જુદા પ્રકારના પ્રદુષણ અને હવામાં ઝેરના કારણે દુનિયાભરમાં મોટી સંખ્યામાં પંખીઓની પ્રજાતિઓ ખતમ થઇ ચુકી છે. એકલા ઉત્તર અમેરિકામાં જ ત્રણ અબજ પંખીઓ ઓછા થઇ ગયા છે. રિપોર્ટમાં જે માહિતી આપવામાં આવી છે તેના કારણે પંખી પ્રેમીઓના પગના નીચેની જમીન સરકી ગઇ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૧૯૭૦ બાદથી દક્ષિણ અમેરિકામાં ૨.૯ અબજ પંખીઓ ઓછા થઇ ગયા છે. જે પંખીઓની કુલ વસ્તી પૈકી ૨૯ ટકાની આસપાસ છે.
શોધ કરનાર નિષ્ણાંતોએ વ્યાપક અભ્યાસને ધ્યાનમાં લઇને આ આંકડા જારી કર્યા છે. પંખીઓની ૫૨૯ પ્રજાતિઓના છેલ્લા ૫૦ વર્ષમાં દીર્ધકાલીન બાજ નજર રાખીને આ આંકડા ભેગા કર્યા છે. અમેરિકામાં મુકવામાં આવેલા ૧૪૩ હવામા સાથે સંબંધિત રડારના માધ્યમથી વર્ષ ૨૦૦૭થી લઇને વર્ષ ૨૦૧૭ સુધી પંખીઓના પ્રવાસના મામલે પણ અભ્યાસની કામગીરી હાથ ધરી છે. શોધ કરનાર લોકોએ આને ગંભીર ચિંતાનો વિષય ગણાવીને નિંદા કરી છે. પાકમાં કેમિકલ્સના ઉપયોગને લોકોએ વધારી દીધો છે જેના કારણે આ સ્થિતી સર્જાઇ ગઇ છે.
શોધ કરનાર વૈજ્ઞાનિક કેન રોસેનબર્ગના કહેવા મુજબ અહીં પણ દુનિયાભરમાં પંખીઓની ઘટતી જતી સંખ્યા માટે સ્થિતી અને માનવજનિત સમસ્યા છે. ઉત્તર અમેરિકાના વન્ય વિસ્તારો હવે મેદાનમાં ફેરવાઇ ચુક્યા છે. જેથી તેમના કુદરતી આવાસ પછીઓના હાથમાંથી નિકળી રહ્યા છે. બીજી બાજુ ઠંડીના દિવસોમાં પછીઓના પ્રજનન કાળમાં પાકના કારણે ઝેરી તત્વો નિકળી રહ્યા છે. ઝેરી તત્વો અને જન્તુનાશકોના કારણે તેમની પ્રજાતિઓ ખતમ થઇ રહી છે.