રામપુર : માજવાદી પાર્ટીના ચર્ચાસ્પદ સાંસદ આઝમ ખાન હાલમાં બિમાર થયેલા છે. સાથે સાથે રામપુરની બહાર જઇને સારવાર કરાવવા માટે ઇચ્છુક છે. આઝમ ખાનના વકીલ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. વકીલે આઝમ ખાન માટે ૧૫ દિવસનો સમય માગ્યો છે. પોલીસ સમક્ષ તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હાલમાં જ અલ્હાબાદ હાઇકોર્ટે તેમની સામે ૨૯ એફઆઇઆર પર ધરપકડ કરવાથી પ્રતિબંધ મુક્યો હતો. તેમના વકીલ નાસિર સુલ્તાને તપાસ અધિકારીને પત્ર લખીને કહ્યુ છે કે સમન્સ મુજબ આઝમ ખાનને ૨૫મી સપ્ટેમ્બરના દિવસે રામપુર પોલીસ સ્ટેશનમાં પહોંચવાની જરૂર હતી.
વકીલના કહેવા મુજબ આઝમ હાલમાં રામપુરમાં નથી. તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ બહાર સારવાર કરાવવા માટે ઇચ્છુક છે. એક પછી એક એફઆઈઆરનો સામનો કરી રહેલા સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આઝમ ખાનને ૨૫મી સપ્ટેમ્બરના દિવસે કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે આઝમ ખાનની સામે દાખલ કરવામાં આવેલી ૨૯ એફઆઈઆર પર પ્રતિબંધ મુકી દીધો હતો. એફઆઈઆર પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આ મામલામાં આઝમ ખાનની હવે ધરપકડ થઈ શકશે નહીં. આઝમ ખાનની સામે ખેડુતોની જમીન કબ્જે કરી લેવા, પુસ્તકોની ચોરી કરવા, અન્ય ચોરી સહિત ૮૦ મામલાઓ દાખલ કરવામાં આવી ચુક્યા છે. જા કે કોર્ટે આઝમ ખાનની એફઆઈઆર રદ્દ કરવાની માંગ ફગાવી દીધી હતી.
કોર્ટે રાજ્ય સરકાર, રામપુર ડીએમ અને એસએસપીને જવાબ આપવા માટે આદેશ કર્યો હતો. કાર્ટે ભાજપના નેતા જયા પ્રદાને નોટિસ જારી કરીને જવાબની માંગ કરી હતી.મામલાની આગામી સુનાવણી ૨૪મી ઓક્ટોબરના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આઝમ ખાનની સામે ૨૭ ખેડુતો અને એક રેવેન્યુ ઈન્સપેક્ટર દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આઝમ ખાનની સામે ખેડુતોની જમીન પર બળજબરી પુર્વક કબ્જા જમાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.