વાયુ પ્રદુષણના કારણે બાળકોમાં માનસિક બિમારીઓ વધી રહી છે. હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વાયુ પ્રદુષણના કારણે કિશોરાવસ્થામાં કેટલીક પ્રકારની બિમારીઓ થતી રહે છે. અન્ય અનેક પ્રકારની બિમારીઓ પણ થાય છે. હાલમાં કરવામાં આવેલા ત્રણ નવા અભ્યાસમાં ઉભરીને આ બાબત સપાટી પર આવી છે. એન્વાયરમેન્ટલ હેલ્થ પર્સપેક્ટિવ મેગેઝીનમાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે.
આમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓછા સમય માટે વાયુ પ્રદુષણના સકંજામાં આવી જવાથી બાળકોમાં માનસિક સમસ્યા એક અથવા તો બે દિવસ બાદ આવી શકે છે. અમેરિકાના સિનસિનાટી યુનિવર્સિટીના રિસર્ચ સહિત અન્ય કેટલાક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વંચિત વર્ગના બાળકોમાં વાયુ પ્રદુષણની અસર વધારે જોવા મળી રહી છે.
ખાસ કરીને તેમનામાં વ્યગ્રતા અને આત્મહત્યા જેવા બનાવોની પ્રવૃતિ પણ વધી રહી છે. આ અભ્યાસના ભાગરૂપે પ્રથમ વખત આ બાબત પણ સપાટી પર આવી છે કે બાળકોમાં માનસિક બિમારી સાથે જોડાયેલા સંકેતો દેખાઇ રહ્યા છે. આ અભ્યાસના વધારે નક્કર તારણ પર પહોંચી જવા માટે વધુ અભ્યાસની જરૂર દેખાઇ રહી છે.