આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનાર લોકોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. આ યોજના ખુબ મોટી યોજના છે. જેથી તેમાં વધારે ધ્યાન પણ આપવાની જરૂર છે. દેશમાં આ યોજનાના કારણે જુદી જુદી બિમારીથી ગ્રસ્ત લોકો હોસ્પિટલમાં પહેલા કરતા વધારે પહોંચી રહ્યા છે. જો કે આ યોજના માટે વધારે મોટી રકમ ખર્ચ કરવા, તેને વધારે પારદર્શી બનાવી દેવા અને આંકડાને લઇને વધારે સ્પષ્ટતા કરવાની જરૂર દેખાઇ રહી છે.
આયુષ્માન ભારત યોજનાના અભ્યાસના આંકડાથી આ બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે કુલ દાવા પૈકી એક તૃતિયાશ દાવા ઉચ્ચ કિંમતવાળા રહ્યા છે. ઉચ્ચ મુલ્યવાળા દાવા પુરૂષો અને ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત રહ્યા છે. આવા ઉચ્ચ મુલ્યવાળા દાવા પૈકી ૧૭ ટકા દાવા માત્ર ૨૦ હોસ્પિટલ માટે રહ્યા છે.
જે કુલ દાવાના પાંચ ટકાની આસપાસ છે. આ તપાસનો વિષય ચોક્કસપણે છે. આયુષ્માન ભારત યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના પૈકીની એક તરીકે છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગય યોજના ગયા વર્ષે ૨૩મી સપ્ટેમ્બરના દિવસે લોંચ કરવામાં આવી હતી.હવે જ્યારે આ યોજનાને અમલી કરવામાં આવ્યાને એક વર્ષનો સમય ગાળો પૂર્ણ થઇ ગયો છે ત્યારે તેમાં મુલ્યાંકનની પણ જરૂર દેખાઇ રહી છે. દેશની સૌથી મોટી યોજનાને લઇને મુલ્યાંકન કરવાની તાકીદની જરૂર છે.
મુલ્યાંકન માટે ચોક્કસપણે આ સમય ઓછો છે પરંતુ આના કારણે કેટલીક બાબતો જે છુટી રહી છે તેને પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. આ યોજના પેલા યુપીએ સરકારના ગાળામાં એક મર્યાદિત હદવાળી રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના લોંચ કરવામાં ાવી હતી. આ યોજના હેઠળ વીમાની મર્યાદા ૩૦ હજાર રૂપિયા સુધીની હતી. આ યોજનાનો ઉદ્ધેશ્ય ગરીબ પરિવારોને ગંભીર પ્રકારની બિમારીના કારણે એકાએક આવી પડતી આફતઅને આર્થિક પરેશાનીમાંથી મુક્ત અપાવવાનો રહ્યો છે. જ્યાં સુધી આયુષ્માન ભારત યોજનાનો પ્રશ્ન છે તો કહી શકાય છે કે આ યોજનાનુ કદ ખુબ મોટુ છે. સાથે સાથે આ યોજનાનો લાભ ઉઠાવનાર દરેક વ્યક્તિને પાંચ લાખ સુધી વાર્ષિક સારવાર ખર્ચ મળી શકે છે. સરકારનો દાવો છે કે હજુ સુધી ૪૪.૬ લાખ લોકો આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે. જે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. તેમના હોસ્પિટલમાં ભરતી થવા અને આ ખર્ચને જે લોકોએ ચુક્વ્યો છે સરકાર આંકડા તેની સાથે સંબંધિત છે. આ ઉપરાંત તેમાં લાભ લેનાર લોકોની બિમારીના સંબંધમાં માહિતી આપવામાં આવી છે.આ તમામ બાબતો રહેલી હોવા છતાં ગરીબો માટે અનેક કામ હજુ કરવાની જરૂર છે. ભારતમાં ગરીબો દ્વારા બિમારીની માહિતી આપવા અને હોસ્પિટલમાં ભરતી થવાના દર અમીરોની તુલનામાં ઓછો છે. આનો અર્થ એ નથી કે ગરીબોનીઆરોગ્યની સ્થિતી અમીરો કરતા સારી છે.
ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ડેટાબેઝના નવેસરના આંકડા દર્શાવે છે કે પ્રતિ વ્યક્તિ બિમારીનો બોઝ વર્, ૨૦૧૭ દરમિયાન આસામ, ઉત્તરપ્રદેશ, અને છત્તિસગઢ જેવા રાજ્યોમાં સૌથી વધારે રહ્યો છે. જ્યારે કેરળ અને ગોવામાં આ દર ઓછો રહ્યો છે. સારવાર ખર્ચનો દાવો કરવાના મામલે છત્તિસગઢ સૌથી વધારે આગળ છે. ત્યારબાદ ગુજરાત, કેરળ અને તમિળનાડુ સામેલ છે. જ્યાં સુધી મુલ્યના આધાર પર બિમારીના ખર્ચના મામલે દાવો કરનારની વાત છે તો આમાં ગુજરાત સૌથી વધારે આગળ છે. રોગીઓની વાત કરવામાં આવે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં સૌથી વધારે રોગી નોંધાયા છે.
હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિ એક લાખ પર બિમાર થયેલા લોકોની વાત કરવામાં આવે તો આંકડો સ્પષ્ટતા કરે છે. અભ્યાસ દર્શાવે છે કે સરકારી હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કરવામાં આવી છે. આયુષ્માન ભારત યોજનાના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત દાવામાં નવજાત શિશુ માટે દાવા ઉચ્ચ મુલ્યના રહ્યા છે.આયુષ્માન ભારત યોજનાને લઇને જેટલી મોટી યોજના છે તેટલા જ તેમાં વધુ ધ્યાન આપવા લાયક પગલા છે. સામાન્ય લોકોને તેની સાથે જોડવા માટે વદુ સરળ પહેલ કરવાની જરૂર છે.