મહારાષ્ટ્રમાં ગઠબંધન દળોના સાથીઓની ભૂમિકા પાંચ વર્ષના ગાળા દરમિયાન બદલાઇ ગઇ છે. અઢી દશક સુધી સાથે લડેલી ચૂંટણી દરમિયાન શિવસેના મોટા ભાઇની હવે ભારતીય જનતા પાર્ટીની હજુ સુધી નાના ભાઇની ભૂમિકા રહેતી હતી. જો કે હવે ચિત્ર બદલાઇ ગયુ છે. છેલ્લી ચૂંટણીમાં બંને પાર્ટીએ અલગ અલગ રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. એ વખતે ભાજપને ૧૨૨ સીટો અને શિવસેનાને ૬૩ સીટો મળી હતી. ત્યારબાદથી ભારતીય જનતા પાર્ટી હવે મોટા ભાઇની ભૂમિકા અદા કરવા માટે ઇચ્છુક છે.
આવી જ રીતે કોંગ્રેસ અને એનસીપીની પણ સ્થિતી રહેલી છે. વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસને ૧૫૭ અને એનસીપીને ૧૨૪ સીટો મળી હતી. વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસને ૧૭૦ અને એનસીપીને ૧૧૩ સીટો મળી હતી. આ વખતે બંને પાર્ટી ૧૨૫-૧૨૫ સીટો પર ચૂંટણી લડી રહી છે. જેથી તેમની વચ્ચે કોણ બાજી મારશે અને કોનો દેખાવ વધારે સારો રહેશે. તેની ચર્ચા છે. બીજી બાજુ હરિયાણમાં ક્યારેય ઇનેલો અથવા તો ક્યારેય ભજનલાલની પાર્ટીની સાથે જનાર ભાજપે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઇતિહાસ સર્જયો હતો.
વર્ષ ૨૦૦૫માં બે, ૨૦૦૯માં ચાર સીટો જીતનાર ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૪માં ૪૭ સીટો જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. સતત ૧૦ વર્ષ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીને છેલ્લી ચૂંટણીમાં મોટો ફટકો પડયો હતો. આ પાર્ટી ત્રીજા સ્થાન પર રહી હતી. કોંગ્રેસ અને ઇનેલો પાર્ટીમાં જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. જેના કારણે પરિસ્થિતીનો ભાજપે ભરપુર ફાયદો ઉઠાવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફાયડો થયો હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને લાભ થઇ શકે છે.