દુરદર્શનના હાલમાં જ ૬૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જો કે વર્ષગાંઠ તેની સામાન્ય સ્તરની રહી હતી. દુરદર્શનના ૬૦ વર્ષની અવધિ પૂર્ણ થઇ ત્યારે કોઇ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ ન હતુ. કોઇ ભેંટ સોગાદોની આપલે કરવામાં આવી ન હતી. દુરદર્શનના ગૌરવશાવી ઇતિહાસ અને તેના ખુબ લોકપ્રિય કાર્યક્રમોને લઇને કોઇ કાર્યક્રમ થયા ન હતા. કોઇ સિદ્ધીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો. ખુબ ઓછા લોકો આ બાબતને જાણે છે કે દુરદર્શન જ છે. જેના કારણે કરોડો ચાહકો સુધી ઘેર બેઠા મનોરજંનની સુવિધા માણવાની તક મળી હતી. અસ્સીના દશકમાં બુનિયાદ, હમલોગ, જેની સિરિયલોના કારણે સમગ્ર દેશના લોકો એકમત દેખાતા હતા. તમામ લોકો ટીવી પર ગોઠવાઇ ગયા હતા. રામાનંદ સાગરની સિરિયલ રામાયણ અને બીઆર ચોપડાની મહાભારત જેવી સિરિયલના કારણે બાળકોથી લઇને ઉમરલાયક લોકો પ્રભાવિત થયા હતા. યે જો હે જિન્દીગ, મુંગેરીલાલ કે હસીન સપને, વાગલે કી દુનિયાજેવી સિરિયલોના કારણે પણ લોકો ભારે રોમાંચિત થયા હતા.
આ તમામ કોમેડી સિરિયલના કારણ લોકો ખુબ ખુશખુશાળ દેખાયા હતા. શ્યામ બેનેગલે ભારત એક ખોજ મારફતે ચાહકોને દેશના ૫૦૦૦ વર્ષ જુના ઇતિહાસને લઇને માહિતી આપી હતી. સિદ્ધાર્થ કાક અને રેણુકા સાહણેના કાર્યક્રમ સુરભિએ ૪૧૫ એપિસોડમાં દેશની વિરાસતને રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મારફતે દેશના ઇતિહાસ, સાંસ્કૃતિ કાર્યક્રમ અને અન્ય બાબતોને દેશની સમક્ષ રજૂ કરી હતી.ધ સોર્ડ ઓફ ટિપુ સુલ્તાન, મિર્જા ગાલિબ, જેવા કાર્યક્રમ ભવ્ય રહ્યા હતા. નુક્કડ અને એર હોસ્ટેસ જેવા કાર્યક્રમ પણ લોકપ્રિય બન્યા હતા. આરકે, નારાયણના માલગુડી ડેની લોકપ્રિયતા પણ જોરદાર રહી હતી. શાહરૂખે ડીડી પર ફોજી બનાવીને પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ગોવિન્દ નિહલાનીની તમસને કોણ ભુલી શકે છે.
ચિત્રહાર, ફુલ ખિલે હે ગુલશન ગુલશન જેવા કાર્યક્રમોને લોકો ખુબ રોમાંચ સાથે નિહાળતા હતા. ૨૬મી જાન્યુઆરી ૧૯૬૭ના દિવસે કૃષિ દર્શન કાર્યક્રમની શરૂઆત થઇ હતી. કૃષિ દર્શન કાર્યક્રમ ભારતીય ટેલિવીઝનના ઇતિહાસના સૌથી લાંબા ચાલનાર કાર્યક્રમ તરીકે છે. જે આજે પણ ગ્રામીણ અને કૃષિ સાથે જોડાયેલા લોકોની વચ્ચે લોકપ્રિય છે. આમાંથી મોટા ભાગના કાર્યક્રમ સફળ સાબિત થયા હતા. કેટલાક કાર્યક્રમો પ્રથમ પ્રયોગ, પરંપરાને તોડનાર, વિચારોતેંજક, ભાવનાત્મક અને લોકપ્રિય બન્યા હતા. ૧૯૮૦ના દશકને દુરદર્શનના સુવર્ણ કાળ તરીકે ગણવામાં આવે છે. જો કે ૯૦ના દશકમાં પણ તેના કાર્યક્રમ લોકોને ખેંચવામાં સફળ રહ્યા હતા. હવે તો દુરદર્શન માત્ર સરકારી માધ્યમ તરીકે છે. જો દુરદર્શનને તેની લોકપ્રિયતા ટકાવી રાખવી છે તો તેને સ્વાયત્તા મળે તે જરૂરી છે. તે માત્ર સરકારી વાચક તરીકે ન રહે
તે જરૂરી છે. આના માટે તેને એવી સ્વતંત્રતા અને સંશાધનો આપવાની જરૂર છે જે તમામ માટે ફાયદાકારક રહી શકે છે. ઇતિહાસનુ પુનરાર્તન કરી શકાય છે. કેટલાક એવા કાર્યક્રમ પણ આવી શકે છે જેના કારણે દુરદર્શનની બોલબાલા વધી શકે છે. કેટલાક કાર્યક્રમ દુરદર્શન માટે કરિશ્મો કરી શકે છે.સરકારી પ્રસારણ કરનાર હોવાના કારણે દુરદર્શનનુ પ્રભુત્વ સમાચારમાં રહ્યુ છે. ત્યારબાદ ૨૦૦૦માં નવી સદીની શરૂઆત થયા બાદ તેના રાષ્ટ્રીય પ્રચારના માધ્યમ તરીકે બનાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દુરદર્શન નવા પડકારો માટે તૈયાર છે. આજે પણ તેની પાસે ૬૭ સ્ટુડિયો, ૧૪૦૦ ટ્રાન્સમીટર, ૩૨૦૦૦ કર્મચારીઓ , સાત રાષ્ટ્રીય ચેનલ, આઠ વિશિષ્ટ નેટવર્ક છે. તેની ફ્રી ડીશના કારણે વ્યપક નેટવર્ક છે. દુરદર્શનને સ્પર્ધામાં ઉતરી જવા માટે હજુ ઘણા કામ કરવાની જરૂર છે.
૮૦ અને ૯૦ના દશકનો ગાળો પરત આવી શકે છે પરંતુ તેના નેટવર્કને વધારે સ્પર્ધાત્મક બનાવી દેવાની જરૂરિયાત દેખાઇ રહી છે. સાથે સાથે કેટલાક કાર્યક્રમ યુવા પેઢીને આકર્ષિત કરે તેવા બનાવી દેવાની જરૂર છે. કેટલાક જાણકાર લોકો એમ પણ માને છે કે જા જુની ફિલ્મો દર્શાવવાની શરૂઆત કરવામાં આવશે તો ખુબ ફાયદો થશે. કારણ કે જુની ફિલ્મોના રસિયા લોકો આજ પણ ભારતમાં સૌથી વધારે રહેલા છે.