યશ રાજ ફિલ્મ્સની વોર સમકાલીન સમયની સૌથી ભવ્ય એકશન ફિલ્મ બની રહેશે. આ ઉચ્ચ કક્ષાની એકશન મનોરંજનસભર ફિલ્મમાં આપણા દેશના બે સૌથી મોટા એકશન હીરો હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ છે, જેમને વ્યાપક પ્રદર્શનમાં એકબીજા સામે ઉતારવામાં આવ્યા છે. વોર ફિલ્મમાં બે સુપરસ્ટાર પોતાની શારીરિક સીમાઓને પાર કરીને એકબીજાને શિકસ્ત આપવા માટે દિલધડક, જીવલેણ સ્ટંટ કરતાં જોવા મળશે. વોરના પ્રમોશનમાં પણ ટીમ આ બંને વચ્ચેની દુશ્મનીને આગળ રાખવા માગતી હોય તેમ લાગે છે.
અમારા ખબરીએ જણાવ્યું હતું કે વોરની સંપૂર્ણ માર્કેટિંગ કેમ્પેઈન હૃતિક અને ટાઈગર વચ્ચે સઘન ઓન- સ્ક્રીન દુશ્મની નિર્માણ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. અને લૂક્સ સાથે ટીમ કશું અત્યંત ઈનોવેટિવ અને નવું કરી રહી છે. બંને વચ્ચે કાતિલ દુશ્મની બતાવવા માટે નિર્માણકારોએ હૃતિક અને ટાઈગર પ્રમોશન વખતે ભેગા નહીં હોય તેની ખાતરી રાખી છે.તેઓ બે વચ્ચે વોરનું તત્ત્વ નિર્માણ કરવા માટે બધું જ અલગ અલગ રાખી રહ્યા છે. નિર્માણકારો ચાહે છે કે દર્શકો હૃતિક અને ટાઈગરને મોટા પડદા પર આવા રૂપમાં પહેલી વાર જુએ. આ નવી પહેલ છે પરંતુ નિશ્ચિત જ ફિલ્મની ઉત્કૃષ્ટતાનું વચન આપવા માટે દાખલારૂપ બની રહેશે.
ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે સમર્થન આપતાં જણાવ્યું કે વોર એક ભવ્ય પ્રદર્શનમાં બે સૌથી મોટા એકશન સુપરસ્ટારને એકબીજા સામે ઉતારે છે અને અમે દર્શકોને હૃતિક અને ટાઈગરને પહેલી વાર મોટા પડદા પર જ જુએ તેની ખાતરી રાખવા માગતા હતા. અમે તેઓ એકબીજા સામે બાથ ભીડે અને ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધે તેવો ચમત્કાર જાળવી રાખવા માગીએ છીએ. હૃતિક અને ટાઈગર એકબીજા સામે નિર્દયતાથી લડ્યા છે અને આ ઓન-સ્ક્રીન દુશ્મનીને ઓફફ-સ્ક્રીન ચર્ચાનો મુદ્દો બનાવવા માગીએ છીએ. તેઓ ફિલ્મના પ્રમોશન દરમિયાન એકસમાન સ્ટેજ પર નહીં દેખાશે. ટીમ બંનેને એકબીજા સામે બાથ ભીડતા હોય તે રીતે ઈવેન્ટ્સ અને અવસરો નિર્માણ કરવા માગે છે. આ યોજના ચોક્કસ શું છે તે જાણવા તમારે થોડી રાહ જોવી પડશે.
વોર 7 અલગ અલગ દેશ અને દુનિયાનાં 15 શહેરમાં શૂટ કરવામાં આવી છે. દેશના સૌથી હોટ એકશન હીરોએ બરફ, જમીન, પાણી અને હવામાં એકબીજા સામે નિર્દયતાથી લડીને એકશનને નવી ઊંચાઈ આપી છે. દુનિયાભરના ચાર એકશન ડાયરેક્ટરોને કોરિયોગ્રાફી કરવા અને ઓન-સ્ક્રીન અગાઉ ક્યારેય નહીં તેવો નજારો ઊભો કરવા માટે રોકવામાં આવ્યા છે.
યશ રાજ ફિલ્મ્સ નિર્મિત વોર હિંદી, તમિળ અને તેલુગુમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની મોટી રાષ્ટ્રીય રજાના અવસરે રિલીઝ કરવામાં આવશે. તેમાં હૃતિકના પ્રેમહિતની ભૂમિકા વાની કપૂરે ભજવી છે.