આ બાબત ચોક્કસપણે કમનસીબ અને ચિંતાજનક છે કે ભારતમાં આજે પણ પાંચ વર્ષથી ઓછી વયના ૬૮ ટકા બાળકોના મોત કુપોષણના કારણે થઇ રહ્યા છે. એવી સ્થિતી એ વખતે સર્જાઇ રહી છે જ્યારે કુપોષણના કારણે થનાર મોતમાં ખુબ ઘટાડો થઇ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્લ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચિત્ર હજુ પણ ચિંતાજનક છે.
તેના કહેવા મુજબ વર્ષ ૧૯૯૦-૨૦૧૭ વચ્ચેના ગાળામાં કુપોષણથી થનાર મોતના આંકડામાં બે તૃતિયાંશનો ઘટાડો થયો છે. સામાન્ય રીતે તમામ રાજ્યોમાં બાળકોકુપોષણના શિકાર થયેલા છે. કુપોષણના કારણે કેટલીક બિમારીનો ખતરો તોળાઇ રહ્યો છે. ઓછા વજનવાળા બાળકોમાં આશરે ૪૭ ટકા બાળકો માનસિક અને શારરિક રીતે વિકાસની ગતિ મંદ દેખાઇ રહી છે. કુપોષણના સીધા સંબંધ ગરીબી સાથે રહેલા છે. ગરીબ વર્ગના લોકો માટે દરરોજ કોઇને કોઇ રીતે પેટ ભરી લેવાની બાબત પણ મોટી બાબત સમાન છે. પોષણયુક્ત ભોજન તો ગરીબો માટે હજુ પણ તેમના હાથમાં આવે તેમ નથી. કમનસીબ બાબત એ છે કે આજે પણ ભારતમાં ૩૦ ટકા ગરીબ લોકો પ્રતિદિન ૨૧૫૫ કિલો કેલરીની તુલનામાં માત્ર ૧૮૧૧ કિલો કેલરી ભોજનમાં લઇ શકે છે. આ અસમાનતા બાળકોમાં વધારે જોવા મળે છે. કારણ કે ગરીબ મહિલાને પુરતા પ્રમાણમાં ભોજનની સુવિધા મળી શકતી નથી.
ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા થઇ શકતી નથી. સામાન્ય રીતે આવી મહિલાઓમાં લોહીની કમી રહે છે. જેથી તેમના બાળકો પણ કમજાર જ જન્મ લેતા હોય છે. તેમને મોટા થયા બાદ પણ પુરતા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા થઇ શકતી નથી. આ રીતે કુપોષણની પેઢી દર પેઢી ચાલે છે. સરકારે ગરીબો માટે જે યોજના ચલાવી છે તેમનો હેતુ પણ ગરીબોના પેટ ભરવા સાથે સંબંધિત છે. મોટા ભાગના રાજ્યોમાં જન વિતરણ વ્યવસ્થા હેઠળ માત્ર ચોખા અને ઘંઉ આપવામાં આવે છે. જેના કારણે ખાદ્ય સુર૭ા ચોક્કસપણે ખાતરી થઇ શકી છે પરંતુ પોષણની સમસ્યા હજુ સુધી દુર થઇ શકી નથી. સામાન્ય રીતે પૌષણની સમસ્યા દુર થઇ છે. જો કે આ ક્ષેત્રમાં હજુ વ્યાપક પગલા લેવાની જરૂર છે. પૌષ્ટિક ચીજ વસ્તુઓ તમામ બાળકો અને ખાસ કરીને ગરીબ બાળકોને મળે તેની ખાતરી કરવાની જરૂર છે આના માટે યોગ્ય દિશામાં પગલા લેવાની જરૂર છે.
બાળકોમાં આજે વ્યાપક અસમાનતા જોવા મળે છે. સામાન્ય રીતે કુપોષણની સમસ્યાને ખતમ કરવા માટેની અનેક યોજના બની ચુકી છે. લાભ પણ આપવામાં આવી રહ્યા છે. જો કે જાણકાર લોકો હજુ પણ માને છે કે આ યોજના પર કરવામાં આવી રહેલા ખર્ચની રકમ ખુબ જ ઓછી છે. નાના બાળકોને ધ્યાનમાં લઇને કેટલીક સ્કીમ છે. જેમાં સમેકિત બાળ વિકાસયોજના પણ રહેલી છે. જેનો હેતુ છ વર્ષથી નીચેની વયના બાળકોને પુરક પૌષ્ટિક ભોજન આપવાની બાબત મહત્વની છે. આરોગ્ય સુવિધા, સાથે સાથે સ્કુલ પૂર્વે શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની યોજના પણ સામેલ છે. બાળકોની જરૂરિયાત પોતાની માતાથી અલગ રહીને પૂર્ણ કરી શકાય તેમ નથી. જેથી કાર્યક્રમમાં મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે. કાર્યક્રમને અમલમાં લાવવા માટે આંગણવાડીઓના મોટા નેટવર્કને તૈયાર કરવામાં આવ્યુ છે.
આશરે ૧૦૦૦ની વસ્તી પર અથવા તો ૨૦૦૦ પરિવાર પર એક આંગનવાડી હોય છે. જો કે અન્ય યોજનાઓની જેમ આજ યોજનામાં પણ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે.સામાન્ય રીતે હવે દેશના જુદા જુદા ભાગોમાં તેમાં કોંભાડના હેવાલ આવતા રહે છે. કેટલીક જગ્યાએ તો આંગનવાડીઓ ડ નથી બલ્કે કાગળ પર આંગનવાડીઓ દેખાઇ રહી છે. બાળકોને આપવામાં આવતી ખાદ્ય ચીજ વસ્તુઓમાં પણ તેની ખરીદીમાં અનિયમિતતા જોવા મળે છે. આ તમામ પ્રકારની યોજના પર ચાંપતી નજર રાખવાની જરૂર છે.
ભારતમાં બાળકો ઉપરાંત પણ તમામ સૌથી ગરીબ બાળકો સુધી કઇ રીતે પૌષ્ટિક ભોજન પહોંચે તે દિશામાં સતત પહેલ કરવાની જરૂર છે. ભુખમરા પર અમે જીત મેળવી ચુક્યા છીએ પરંતુ એજન્ડા પર પૌષ્ટિકતાને લાવવાની જરૂર છે.