ડેન્ગ્યુ માટે એક નવી વેક્સીન અથવા તો રસી બનાવતી વેળા એક નવા દ્રષ્ટિકોણ તરફ પણ તમામ લોકોનુ ધ્યાન ખેંચાયુ છે. જે હેઠળ શોધ દરમિયન નિષ્ણાંત લોકોને એવી બાબત પણ જાણવા મળી છે કે ડેન્ગ્યુ વાયરસ મ્યુટેશન એટલે કે પરિવર્તન મારફતે પોતાના શેપને બદલી નાંખે છે. સાથે સાથે પ્રોટીન કવર ઓઢી લે છે. જેના કારણે ડેન્ગ્યુ વાયરસ કેટલાક પ્રકારની દવાથી બચી જાય છે. એટલે કે આ પ્રકારની દવાની અને વેક્સીનની તેના પર અસર થતી નથી. આ દવા અને વેક્સીન તેને રોકી શકતી નથી. પ્રોટીન આવરણ ઓઢી લેવાના કારણે ડેન્ગ્યુ વાયરસ કેટલાક પ્રકારની વેક્સીન અને થેરાપીથી બચી જાય છે.
ડેન્ગ્યુ વાયરસ ડેનવીટુ, મચ્છરના શરીરના તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ પર સ્થુળ ગોળાકાર સપાટી પર જીવિત રહે છે અને વિકસિત રહે છે. પરંતુ જ્યારે વ્યક્તિના શરીરનુ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ પર આવે છે ત્યારે તે ગોળાકારથી બદલાઇને અયોગ્ય સપાટી પર આવી જાય છે. શેપ ચેંજ કરવાની તેની ક્ષમતાના કારણે ડેન્ગ્યુ વાયરસ માનવીના ઇમ્ન સિસ્ટમથી સરળતાથી બચી શકાય છે. જેથી ડેન્ગ્યુ વાયરસની આ વ્યવસ્થાને સમજવાની બાબત ખુબ જરૂરી છે. જા તેની આ વ્યવસ્થાને સમજી શકાશે તો જ એક સારી રસી અથવા તો વેક્સીન તૈયાર કરવામાં આવી શકે છે. પ્લોસ પેથોજન્સ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક બાબતોને ધ્યાનમાં લઇને તાત્કાલિક ધોરણે આગળ વધવાની જરૂર છે. ડેન્ગ્યુ વાયરસમાં થનાર આ માળખાકીય ફેરફારના કારણે વાયરસની સામે વેક્સીન અને બીજી તબીબી પદ્ધિત બિનઅસર કરી દેવાની જરૂર છે. સંશોધન કરનાર ટીમે ડેન્ગ્યુના દર્દીઓ માટે ડેનવીટુના ૪ સ્ટ્રેન્સની તપાસ કરવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યુ કે લેબમાં એડોપ્ટ કરવામાં આવેલા વાયરસની તુલનામાં મોટા ભાગના ક્લિનિકલ સ્ટ્રેન્સે ૩૭ ડિગ્રી સેલ્સિયસ પર સ્મુથ સ્ટ્રકચર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. જો કે તાવના તાપમાન ૪૦ ડિગ્રી પર પહોંચતાની સાથે જ ડેન્ગ્યુ વાયરસ સ્ટ્રેન્સના રૂપમાં બદલાઇ જાય છે. સાથે સાથે તેની સપાટી પર ફેરવાઉ જાય છે. જેથી વેક્સીન મારફતે બિમારીને રોકવા માટે પ્રયાસ કરવામાં આવે છે તો દર્દીને હવે એવી વેક્સીન આપવાની જરૂર છે જે સ્મુથ સપાટીના વાયરસની સામે પણ અસરકારક સાબિત થઇ શકે. અભ્યાસમાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે કે કેટલીક વેક્સીન પ્રત્યે ડેન્ગ્યુ વાયરસ હવે ઘાતક બની ગયા છે.