ગણેશ ચતુર્થીના પ્રસંગે ભગવાન ગણેશના દર્શન કરવા માટે લોકો જુદા જુદા મંદિરોમાં પહોંચે છે. દેશભરમાં ભગવાન ગણેશના સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ મંદિરો પૈકી એક મંદિર મુંબઇના સિદ્ધીવિનાયક પણ છે. મુંબઇના આ સિદ્ધીવિનાયક મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. હમેંશા ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. મુંબઇના પ્રભાવદેવી વિસ્તારમાં સ્થિત આ મંદિરની અનેક વિશેષતા રહેલી છે. આ મંદિરનુ નિર્માણ એક સંતાનવગરની મહિલાની આસ્થા પર બનાવવામાં આવ્યુ હતુ. અહીં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે અને મુંબઇના સૌથી વ્યસ્ત ગણાતા મંદિરોમાં તેનુ સ્થાન રહેલુ છે. બોલિવુડના કલાકારો પણ સિદ્ધીવિનાયક મંદિરોમાં વારંવાર પહોંચે છે. બોલિવુડના કલાકારોને ત્યાં જોઇ શકાય છે.
શરૂઆતના ગાળામાં આ એક નાનકડુ મંદિર હતુ. પરંતુ આજે સિદ્ધીવિનાયક મંદિર છ માળનુ બની ચુક્યુ છે. આ મંદિરનુ નિર્માણ વર્ષ ૧૮૦૧માં કરવામાં આવ્યુ હતુ. આ મંદિર સુધી સરળ રીતે પહોંચી શકાય છે. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં આ મંદિર હોવાથી સૌથી સરળ રીતે કોઇ પણ વિકલ્પ સાથે ત્યાં પહોંચી શકાય છે. મુંબઇ દેશના તમામ ભાગો સાથે સીધી રીતે વિમાની સેવા, માર્ગ સેવા અને વિમાની માર્ગે જોડાયેલ હોવાથી અહીં સૌથી સરળ રીતે પહોંચી શકાય છે. માર્ગ, રેલવે અને વિમાની સેવા સાથે સીધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. માર્ગ વિકલ્પની વાત કરવામાં આવે તો મુંબઇના પ્રભા દેવી વિસ્તારમાં સ્થિત આ મંદિર સુધી પહોંચી જવા માટે તમે બસ અથવા તો ટેક્સીનો ઉપયોગ કરી શકો છો. મુંબઇના લગભગ તમામ વિસ્તારમાંથી અહીં પહોંચવા માટે સીધી બસ સેવા રહેલી છે. રેલવે માર્ગની વાત કરવામાં આવે તો ટ્રેનથી મંદિર સુધી પહોંચવામાં પણ કોઇ તકલીફ નથી.
તમે કોઇ પણ સ્ટેશનથી દાદરની ટ્રેન પકડી શકો છો. દાદર રેલવે સ્ટેશનથી તમે ૧૫ મિનિટમાં જ ચાલીને મંદિર સુધી પહોંચી શકો છો. ટાઇમિંગની વાત કરવામાં આવે તો સવારમાં ૫-૩૦ વાગ્યાથી રાત્રે ૯-૫૦ વાગ્યા સુધી આ મંદિર ખુલ્લુ રહે છે. મંદિરમાં એન્ટ્રી કઇ રીતે કરવામાં આવે તેની વાત કરવામાં આવે તો મંદિરમાં પ્રવેશ માટે બે દ્ધાર રહેલા છે. અહીં સિનિયર, સિટિજન, બાળકોની સાથે મહિલાઓ અને એનઆરઆઇ તેમજ વિદેશી શ્રદ્ધાળુઓ માટે દર્શનની ખાસ સુવિધા આપવામાં આવી છે. અહીં તમે ૫૦ રૂપિયાની ચુકવણી કરીને પેડઇ દર્શન પણ કરી શકો છો. મુંબઇના વિશ્વપ્રસિદ્ધ સિદ્ધીવિનાયક મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો રોજ પહોચ છે. ગણેશ ઉત્સવ વેળા તો આ જગ્યાએ પહોંચનાર લોકોની સંખ્યા અનેક ગણી વધી જશે. સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં ગણેશ ઉત્સવના ગાળા દરમિયાન અનેક ગણો વધારો થઇ જાય છે.
આ ગાળા દરમિયાન તો દર્શન કરવા માટે ભારે પડાપાડી થાય છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઇ પહોંચી ગયા બાદ કોઇ પણ રીતે કલાકોના ગાળામાં જ પહોચી શકાય છે. સિટી બસની સાથે સાથે પરિવહનના તમામ સાધનો સીધી રીતે સિદ્ધિવિનાયક મંદિર ખાતે પહોંચી જાય છે. સિદ્ધિ વિનાયક મંદિર સાથે જોડાયેલા લોકો દ્વારા પણ શ્રદ્ધાળુઓની સુવિધામાં સતત વધારો સમની સાથે સાથે કર્યો છે. સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલા આ મંદિર નાનકડા સ્વરૂપમાં હતુ. આજે છ માળમાં આ મદિર છે. તેમાં વીઆઇપી દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બોલિવુડના કલાકારો સતત ત્યાં જોવા મળી શકે છે. ટોપની કોઇ ફિલ્મ રજૂ કરવામાં આવે છે અથવા તો અન્ય કોઇ મોટા કામ કરતા પહેલા બોલિવુડના કલાકારો પણ સિદ્ધિવિનાયક મંદિર ચોક્કસપણે પહોંચે છે. બોલિવુડના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન અને અન્ય સુપરસ્ટાર તેમજ ટોપના ઉદ્યોગપતિઓ વારંવાર મંદિરમાં દર્શન કરવા માટે પહોચે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સિદ્ધિવિનાયક નજીક મળતી ગણેશ ભગવાનની પ્રતિમા લઇને પણ જાય છે. અલગ અલગ આકાર અને સ્વરૂપની મુર્તિઓ ત્યાં જાઇ શકાય છે. સિદ્ધિવિનાયક મંદિરમાં હવે ગણપતિ ઉત્સવ દરમિયાન જોરદાર ધુમ રહે તેવી શક્યતાછે. આ વખતે સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને પગલા પણ લેવાયા છે.