સુસ્ત બનેલી દેશની અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન એક પછી એક પગલા લઇ રહ્યા છે. દેશના ૪૦૦ જિલ્લામાં લોન મેલાની યોજનાની સાથે સરકારે કોર્પોરેટ કરવેરાની દરમોમાં ઘટાડો કરી દીધો છે. આની જાહેરાત સાથે બજારમાં એક નવી તેજી આવી ગઇ છે. જેના લીધે શેરબજારમાં દિવાળી જેવી સ્થિતી થઇ ગઇ છે. કોર્પોરેટ જગતને પણ મોટી રાહત મળી રહી છે. કોર્પોરેટ કરવેરામાં કમીના કારણે રોકાણને પ્રોત્સાહન મળનાર છે. રોજગારની તકો સર્જાશે.
વ્યક્તિગત આવકવેરાના કારણે રાજસ્વમાં વધારો થનાર છે. લોકોની ખરીદી શક્તિમાં વધારો થનાર છે. ઉપભોગ ક્ષમતામાં વધારો થનાર છે. જેના કારણે જીએસટી રાજસ્વમાં વધારો થનાર છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે ઉપાય શરૂ કરી દીધા છે. આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆદત કરી છે. બેંકો ઉપભોગ અને રોકાણ માટે વધારે લોન આપી શકે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. પ્રયાસોની આ નવી શ્રેણીના ભાગરૂપે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના ફેરમુડીકરણની જાહેરાત કરી છે. સાથે સાથે નાની બેંકોને મોટી બેંકોમાં મર્જ કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાતં સરકારે હાલમાં વધુ એક મોટી જાહેરાત કરી છે. જેના ભાગરૂપે દેશના ૪૦૦ જિલ્લામાં લોન મેળાનો આયોજન કરવામાં આવનાર છે. આનો હેતુ પણ સામાન્ય લોકો લોન મેળવી શકે તે રાખવામાં આવ્યો છે.
મંદીના વર્તમાન દોરમાં આ તમામ પાસા ચોક્કસપણે અર્થતંત્રને ગતિ આપવા માટે કામ કરનાર છે. એકબાજુ આ તમામ પ્રયાસો અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટેના પ્રયાસ તરીકે દેખાય છે. બીજી બાજુ બીજી બાજુ આ તથ્યને પણ સમજી લેવાની જરૂર છે કે સમસ્યાની મુળભુત જડ તો માંગમાં આવેલી કમી રહેલી છે. કારમ કે પ્રવાહ જ માંગને માઠી અસર કરે છે ત્યારે જ્યારે પણ પ્રવાહ કમજાર રહે છે ત્યારે માંગને માઠી અસર કરે છે. આના કારણે લોકોની ખર્ચની પ્રવૃતિ પણ ઘટી જાય છે. આવી સ્થિતીમાં લોકો બિનજરૂરિ ખર્ચ પર બ્રેક મુકવાની શરૂઆત કરી નાંખે છે. અહી આ બાબત ધ્યાન આપવા લાયક છે કે નોકરીની કમી દેખાઇ રહી છે. સાથે સાથે કૃષિ ક્ષેત્રના વેપાર ના પ્રતિકુળ માહોલ નથી. જેના કારણે કારોબાર બજાર મુજબ નથી. સરકારે કોર્પોરેટ ક્ષેત્રના દરમાં પણ ઘટાડો કર્યો છે. આ જાહેરાતના કારણે એક જ દિવસમાં શેરબજારમાં રેકોર્ડ ઉછાળો રહ્યો છે.
જેથી શેરબજારમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. અલબત્ત વર્ષ ૨૦૧૫માં જ કોર્પોરેટ કરોને ઘટાડી દેવા માટે નિર્ણય લેવામા આવ્યોહતો. પંતુ સરકાર તરફથી ઓ લાગુ કરવામાં ઉત્સુકતા દર્શાવવામાં આવી ન હતી. હાલના વર્ષોમાં બેકિંગ ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે. આવી સ્થિતીમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં વધારે સુધારો કરવાની જરૂર છે. જેથી સ્થાનિક નાણાંકીય બચતને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત દેખાઇ રહી છે. રોકાણ માટે પુરતા પ્રમાણમાં બચતની જરૂર હોય છે. જેથી સ્થાનિક બચતને પ્રોત્સાહન આપવામાં આવે ત જરૂરી છે. કરવેરાના નિયમોને રોકાણકારોને અનુરુપ બનાવી દેવાની જરૂર છે. મોદી સરકાર સત્તારૂઢ બીજી વખત થયા બાદ સરકાર સામે એક પછી એક પડકારો આવી રહ્યા છે. એકબાજુ દેશની અર્થવ્યવસ્થામાં મંદી રહેલી છે. વૈશ્વિક મંદીના કારણે પણ આ પ્રકારની સ્થિતી સર્જાઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે જે ખેંચતાણ જારી છે તેની પણ અસર થઇ રહી છે. આની માઠી અસર ભારત પર દેખાઇ રહી છે.