પુત્રના પગ પાલણામાં દેખાઇ આવે છે તે કહેવતને સ્વીડનની ગ્રેટા થનબર્ગ દ્વારા કરી બતાવવામાં સફળતા મેળવી લેવામાં આવી છે. ગ્રેટા હાલમાં માત્ર ૧૬ વર્ષની છે.આ એ વય હોય છે જ્યારે બાળકોની રમવા ની વય હોય છે. સાથે સાથે અભ્યાસ માટેના દિવસો હોય છે. આ દિવસોમાં બાળકો ભારે મસ્તીના અને અભ્યાસમાં રહે છે. સાથે સાથે આ વયમાં જ બાળક વધુ સારા ભવિષ્યને લઇને આશા રાખે છે. આ ત્રણેય બાબતોની બિલકુલ વિરુદ્ધમાં ગ્રેટાએ જે કરી બતાવ્યુ છે તેના કારણે સમગ્ર દુનિયાનુ ધ્યાન ખેંચાઇ રહ્યુ છે. ગ્રેટાએ જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઘટાડી દેવા માટે એવુ કામ કર્યુ છે કે તમામ લોકો તેના તરફ આકર્ષિત થઇ રહ્યા છે. જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઘટાડી દેવા માટે એક ઝુંબેશ હાથમાં ગ્રેટાએ લઇ લીધી છે.
આ જ કારણ છે કે ગ્રેટાને હાલમાં જ ગ્લોબલ વો‹મગના પ્રત્યે જાગૃતિ જગાવવા માટે અમનેસ્ટી ઇન્ટરનેનલ દ્વારા અમ્બેસેડકર ઓફ કાશન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ઉપરાંત તેની નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ નોમિનેશન કરવામાં આવતા દુનિયાના દેશોનુ ધ્યાન તેના તરફ ખેંચાયુ છે. જા તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળે છે તો તે આ એવોર્ડ મેળવનાર દુનિયાની સૌથી નાની વયની હસ્તી બની જશે. આ પહેલા મલાલા યુસુફજાઇને માત્ર ૧૭ વર્ષની વયમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ગ્રેટા થનબર્ગનો જન્મ ૨૦૦૩માં સ્વીડનમાં થયો હતો. પાટનગર સ્ટોકહોમમાં તેનો જન્મ થયો હતો. ગ્રેટાના પિતા અભિનેતા અને લેખક છે. જ્યારે માતા આપેરા ગાયિકા છે. ગ્રેટાએ એક વખતે ફ્લોરિડાની સ્કુલના બાળકોને હથિયારો પર નિયંત્રણ કરવા માટે માર્ચ કરતા જોયા હતા. ગ્રેટાને ત્યાંથી આની પ્રેરણા મળી ગઇ હતી. ત્યારથી જ ગ્રેટાએ પર્યાવરણને બતાવી લેવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. ગ્રેટાએ માત્ર નવ વર્ષની વયમાં ક્લાઇમેટ એક્ટિવિઝમમાં ભાગ લીધો હતો. એ વખતે તે માત્ર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. પોતાના અભ્યાસની ચિંતા છોડીને તે પર્યાવરણની ચિંતામાં લાગી ગઇ હતી.
ગ્રેટા આજે વિશ્વના નેતાઓને ધરતી બચાવવા માટે અપીલ કરી રહી છે. ગ્રેટાએ નવમી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સામાન્ય ચૂંટણી યોજાય ત્યાં સુધી સ્કુલ ન જવાનો નિર્ણય કર્યો હતો. એટલુ જ નહીં બલ્કે જળવાયુ પરિવર્તન માટે તેને સંસદની સામે એકલા હાથે ધરણા પ્રદર્શનની શરૂઆત પણ કરી હતી. ગ્રેટાએ પોતાના મિત્રો અને સાથીઓની સાથે મળીને હડતાળમાં સામેલ થવા માટે અપીલ પણ કરી હતી. જો કે આમાં તેને કોઇનો સાથ મળ્યો ન હતો. ગ્રેટાના માતા પિતાએ પણ તેને રોકવા માટેના પ્રયાસો કર્યા હતા. જો કે તે સાહસી અને મજબુત ઇરાદા ધરાવતી હતી. જેથી આવી અડચણો વચ્ચે તે રોકાઇ ન હતી ત્યારબાદ સ્કુલ સ્ટ્રાઇક ફોર ક્લાઇમેટ મુવમેન્ટ માટેની સ્થાપના કરી હતી. ત્યારબાદ તે પોતાના હાથ બેનર પેન્ટ કર્યા હતા. સાથે સાથે સ્વીડનના માર્ગ પર નિકળી પડી હતી. તે માર્ગો પર ફરતી નજરે પડી હતી.
જ્યારે લોકોએ આ બાળકીને આ રીતે માર્ગો પર ફરતી નિહાળી ત્યારે તે પર્યાવરણને લઇને સાવધાન થઇ ગયા હતા. ટુંક સમયમાં જ સ્થિતી બદલાવવા લાગી હતી. જે લોકો ગઇકાલ સુધી ગ્રેટાને સાથ આપવા માટેનો ઇન્કાર કરી રહ્યા હતા તે લોકો તેની સાથે જોડાવવા લાગી ગયા હતા. ગ્રેટાની આ ઝુંબેશ સમગ્ર દુનિયા માટે છે જેથી અન્ય દેશોના બાળકો પણ તેમના સમર્થનમાં આવી રહ્યા છે. એજ કારણસર ડિસેમ્બર ૨૦૧૮ સુધી વિશ્વના ૨૭૦ શહેરોના ૨૦૦૦૦ બાળકોએ ગ્રેટાની હડતાળનુ સમર્થન કર્યુ છે. વર્તમાનમાં આશરે એક લાખ બાળકો ગ્રેટાના કારણે જોડાઇ ચુક્યા છે. ગ્રેટા પર્યાવરણના કારણે વિમાની યાત્રા કરતી નથી. તે ટ્રેન મારફતે જ મુસાફરી કરે છે.
પોતાના અભિયાનના કારણે તે પોતાના માતા પિતાના માનસને પણ બદલી નાંખવામાં સફળ રહી છે. ગ્રેટાની માતાએ પણ પુત્રીથી પ્રભાવિત થઇને વિમાનમાં યાત્રા ન કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રેટાના માતાપિતાએ પણ નોન વેજ છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે.