ગાંધીનગર : ભારતીય સ્ટાર્ટ-અપ ઈકોસીસ્ટમને પોષવાની તેની કટીબદ્ધતાને વધુ દૃઢ બનાવતા માઈક્રોસોફ્ટ ફોર સ્ટાર્ટઅપ્સે હાઈવે ટુ અ હન્ડ્રેડ યુનિકોર્ન્સના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ પહેલના ભાગરૂપે માઈક્રોસોફ્ટ ટીયર-2 શહેરોમાં સ્ટાર્ટ-અપ કંપનીઓ સુધી પહોંચવાના શ્રેણીબદ્ધ કાર્યક્રમો મારફત નવીન પરિવર્તન લાવનારા સંશોધકો અને આંત્રપ્રિન્યોર્સ સાથે જોડાણ કરશે. માઈક્રોસોફ્ટ પ્રત્યેક રાજ્યમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ્સને મજબૂત બનાવવા રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. ઈન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને ઈન્ડેક્સ્ટબી, ગુજરાત સરકારના સહયોગમાં આયોજિત સૌપ્રથમ કાર્યક્રમમાં આજે ગાંધીનગર ખાતે 250થી વધુ સ્ટાર્ટઅપ્સ હાજર રહ્યા હતા.
ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહનથી ભારતમાં માત્ર દિલ્હી, મુંબઈ અથવા બેંગાલુરુ જેવા મેટ્રોપોલીટન હબ્સમાં જ નહીં પરંતુ ટીયર-1 અને ટીયર-2 શહેરોમાં પણ સ્ટાર્ટઅપ્સના વિકાસમાં મદદ મળી છે. જોકે, તેમના કારોબારના વિકાસમાં અવરોધક કેટલાક મહત્વપૂર્ણ પડકારોમાં અત્યાધુનિક ટેક્નોલોજી સહાયનો અભાવ અને ઈકોસિસ્ટમ કંપનીઓમાં માર્ગદર્શનની અછતનો સમાવેશ થાય છે. આ પડકારોનો સામનો કરવા માઈક્રોસોફ્ટ ફોર સ્ટાર્ટઅપ્સે હાઈવે ટુ અ હન્ડ્રેડ યુનિકોર્ન્સ પહેલ શરૂ કરી છે. કાર્યક્રમોની શ્રેણીની આ પહેલ ટીયર-2 સુધીના શહેરોમાં સ્ટાર્ટઅપ્સને સક્ષમ બનાવવા સમર્પિત છે.
માઈક્રોસોફ્ટ ફોર સ્ટાર્ટઅપ્સના એમઈએનએ અને સાર્કના કન્ટ્રી હેડ લથિકા પાઈએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ખૂબ જ જાણિતા સ્ટાર્ટઅપ હબ્સથી પણ આગળ નવીન વિચારો અને પ્રતિભાઓનો અખૂટ ભંડાર છે. હાઈવે ટુ અ હન્ડ્રેડ યુનિકોર્ન્સ મારફત અમે ટીયર-2 શહેરોમાં સ્ટાર્ટઅપ સુધી પહોંચીશું અને તેમના મૂળ સ્થાન પર ઉત્કૃષ્ટ ગુણવત્તા હાંસલ કરવા માટે તેમને સહાય કરીશું. અમારા ટેક્નોલોજીકલ નિષ્ણાતો અને કેટલાક સૌથી સફળ ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથેના જોડાણનો અનુભવ સમગ્ર દેશમાં વ્યાપકસ્તર પર નવીનતા લાવનારા સંશોધકોને ઉદ્યોગો બનવા માટે તૈયાર થવામાં અને ભારત તથા વૈશ્વિક સ્તરે તેમના ઉદ્યોગનો પ્રસાર કરવામાં મદદરૂપ થશે.’
આ કાર્યક્રમમાં હાજરી આપનારા સ્ટાર્ટઅપ્સને એઝ્યોર, મશીન લર્નિંગ અને આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ જેવા વિષયો પર ટેક્નોલોજી વર્કશોપ મારફત સલાહ અને માર્ગદર્શન મળશે. ‘ઈમર્જ 10-ગુજરાત’માં ઓળખી કઢાયેલા ટોચના સ્ટાર્ટઅપ્સને એઝ્યોરની ક્રેડિટ મળશે અને પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સને માઈક્રોસોફ્ટ સ્કેલઅપ કાર્યક્રમનો ઉપયોગ કરવા માટે આમંત્રણ પણ અપાશે.
માઈક્રોસોફ્ટ સ્કેલઅપ કાર્યક્રમ સીડ અથવા સિરિઝ એ ફંડ મેળવનારા બી2બી અને પસંદગીના બી2સી ટેક-સક્ષમ સ્ટાર્ટઅપ્સને માઈક્રોસોફ્ટની વેચાણ ટીમો સાથે સહ-વેચાણમાં મદદરૂપ થશે અને તેમને વૈશ્વિક સ્તરના ટોચના ટેક-વીસી (VCs)ને મળવાની અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાંથી માર્ગદર્શન મેળવવાની તક પૂરી પાડશે. મોટા ઉદ્યોગો સાથે સંયુક્તપણે ઉકેલો લાવવા અથવા ઉત્પાદન ઓફર્સના એકીકરણ અને તેમના ઉદ્યોગો અથવા ગ્રાહકોના સેગ્મેન્ટ્સ માટે બજારમાં પહોંચવા તૈયાર ઉત્પાદનોની ડિઝાઈનિંગની વ્યૂહરચના માટે સાથે કામ કરવાની તક મેળવવી એ સ્ટાર્ટઅપના વિકાસના પ્રવાસમાં ખૂબ જ મહત્વનું છે. માઈક્રોસોફ્ટ ફોર સ્ટાર્ટઅપ્સ ક્લાઉડ માર્કેટ પ્લેસ, એન્ટરપ્રાઈઝની વેચાણ ટીમ અને ભાગીદાર ઈકોસિસ્ટમનો લાભ મેળવીને સ્ટાર્ટઅપ્સને સમગ્ર વિશ્વના ગ્રાહકો સુધી પહોંચવા સક્ષમ બનાવે છે. તેના અત્યાધુનિક ટેક્નોલોજી પ્લેટફોર્મ અને ઝડપથી વિકસતી ભાગીદાર ઈકોસિસ્ટમ માઈક્રોસોફ્ટ ફોર સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર ફંડ એમ12 પર તેના દૃઢ ફોકસ સાથે માઈક્રોસોફ્ટ સ્ટાર્ટઅપ્સને વૃદ્ધિના આગામી તબક્કા સુધી પહોંચવામાં મદદરૂપ થવા માટે અને માર્કેટ રેડીથી એન્ટરપ્રાઈઝ રેડી બનવાના વિકાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.