બાળકોના દાંત નિકળવાની બાબત આંનુવાશિક કારણો પર આધારિત રહે છે. સામાન્ય રીતે ચારથી ૧૦ મહિનાની વચ્ચે બાળકોના દાંત નિકળવાની શરૂઆત થઇ જાય છે. પૂર્ણ રીતે દાંત નિકળવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી જાય છે. આનુવાંશિક કારણોથી કેટલાક બાળકોના દાંત વહેલી તકે આવી જાય છે. જ્યારે કેટલાક બાળકોના દાંત મોડેથી આવે છે. આને દુધના દાંત તરીકે પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે કેટલીક વખત આ દાંત બાળકોની ખોટી ટેવના કારણે અથવા તો આનુવાંશિક કારણોથી વાંકા ચુંકા આવે છે. નિષ્ણાંત તબીબો અને જાણકરા લોકો પણ આ વાતને સ્વીકાર કરે છે.
તેમના કહેવા મુજબ બાળકોની ખોટી ટેવના કારણે પણ દાંત વાંકા ચુંકા આવે છે. ત્રણ વર્ષની વય બાદ ટીથરના પ્રયોગ કરવાના કારણે પણ બાળકોના વાંકા ચુંકા દાંત આવે છે. બાળકોને લાંબા સમય સુધી બોટલથી દુધ પિવડાવવાની બાબત પણ કેટલીક તકલીફ ઉભી કરે છે. આના કારણે દાંતમાં કેવિટીજ થવાની સ્થિતીમાં દાંતોના આકારમાં ફેરફાર થવાનો ખતરો રહે છે. કેટલીક વખત બાળકોના ચહેરા પર ઇજાના કારણે પણ જડબાના આકારમાં ફેરફાર થઇ જાય છે. જેથી બાળકોના દાંત વાંકા ચુંકા નિકળે છે. દુધના દાંત કોઇ બનાવમાં તુટી જવા, મોથી શ્વાસ લેવા અને એલર્જી તેમજ ટોન્સિલના કારણે પણ દાંતના આકારમાં ફેરફારની સ્થિતી જોવા મળે છે. જો આનુવાંશિક કારણો નથી તો પછી પોતાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર હોય છે.
જાણકાર લોકોનુ કહેવુ છે કે બેથી ત્રણ વર્ષના ગાળામાં બાળકોમાં સંપૂર્ણ રીતે દાંત નિકળે છે. કેટલાક બાળકોમાં જુદી જુદી આંગળી ચુસવાની ટેવ રહે છે. લાંબા સમય સુઘી દાંત ચુસવાની ટેવના કારણે દાંત વાંકા ચુકા નિકળે છે. જેને ઓવરબાઇટ અથવા તો દાંતના જડબા અને મોંની બહાર દાંત નિકળવાની બાબત તરીકે કહેવામાં આવે છે. આવુ થવાની સ્થિતીમાં જડબાના આકારમાં પણ ફેરફાર થઇ જાય છે. જેના કારણે દાંત વાંકા ચુકા નિકળે છે. દુધના દાંત તુટી ગયા બાદ પણ દાંતની કુદરતી સંરચનામાં ફેરફારની સ્થિતી જોવા મળે છે. આ સ્થિતીમાં બાળકોને સંબંધિત તબીબોની સલાહ લેવાની જરૂર હોય છે. કેટલાક નિષ્ણાંત દાંતના તબીબો કહે છે કે નાના બાળકોને રાત્રી ગાળામાં દુધ પીવડાવી દીધા બાદ તેમને પાણી ચોક્કસપણે પિવડાવવાની જરૂર હોય છે. કારણ કે જો દાંત આવી ગયા છે તો રાત્રી ગાળામાં ચોકલેટ અને દાંતમાં ચોંટી જનાર ચીજાને ટાળવાની જરૂર હોય છે.
બાળકોને આંગળીઓ ચુસવાની ટેવથી રોકવાની જરૂર હોય છે. બાળકોને યોગ્ય પેટર્ન પર દાંત કઇ રીતે સાફ કરવામાં આવે તે બાબત શિખવાડવી જોઇએ. તેમને પોતાની સામે દાંત સાફ કરતા શિખવાડવામાં આવે તે જરૂરી છે. રાત્રી ગાળામાં બ્રશ કરવાની ફાયદો થાય છે. જો દાંતમાં કેવિટી, વાંકા ચુંકા છે તો તેને તુટવાની રાહ જોવી જોઇએ નહીં. તબીબોની સલાહ ચોક્કસપણે લેવી જોઇએ. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રશ કરવાને લઇને પણ સાવધાની રાખવાની જરૂર છે. સવારે ઉઠીને અમે જે ટુથપેસ્ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. આ સંસ્થાએ કહ્યું છે કે તમામ ટુથપેસ્ટ બનાવટી કંપનીઓ લોકોના દાંતને ખરાબ કરવાની પ્રક્રિયામાં જોડાયેલી છે.
આ સંસ્થાના પૂર્વ અધિકારી અને પ્રોફેસર એસ એસ અગ્રવાલે જણાવ્યું છે કે બજારમાં ઉપલબ્ધ તમામ ટોચની કંપનીઓના પેસ્ટને લઈને તપાસ કરવામાં આવી ચૂકી છે. આમાંથી ૧૧ પેસ્ટ અને દાતમંજનમાં નિકોટીનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે જોવા મળ્યું છે. પેસ્ટમાં યુઝીનોલ અને ટારનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ફ્લોરાઈડનું પ્રમાણ પણ મોટી માત્રામાં જોવા મળ્યું છે. આ તમામ કારણોસર બાળકોને પોતાની હાજરીમાં બ્રશ કરાવવા અને તેની પસંદગી કરવાની ટેવ પાડવી જોઇએ. નાના બાળકોને રાત્રી ગાળામાં દુધ પિવડાવી દીધા બાદ તેમને પાણી પિવડાવી દેવાની જરૂર હોય છે.