થોડા સમય પહેલા વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એવી બિટકોઈનનો ભાવ આસમાને પહોંચ્યો હતો, પરંતુ ગુગલે તેની પર પ્રતિબંધ લાદતા આજે તે ઘટીને મહિનાની નીચી સપાટીએ સરકી ગઈ છે.
બિટકોઈન સંબંધિત એડવર્ટાઈઝમેન્ટ જુન ૨૦૧૮થી બંધ કરવાની ગુગલે જાહેરાત કર્યા બાદ બિટકોઈનના ભાવ ઘટીને કોઈનમાર્કેટકેપ એકસચેન્જ ખાતે ૭૭૮૩ ડોલર બોલાઈ રહ્યો હતો જે એક મહિના પહેલા ૮૨૫૦ ડોલર બોલાતો હતો. તફાવત માટેના કોન્ટ્રેકટસ, સ્પોટ ફોરેકસ રજુ કરવા અને નાણાંકીય જુગારને અટકાવવા જાહેરખબરોને મર્યાદિત બનાવતી ફાઈનાન્સિઅલ સર્વિસીઝ પોલિસીમાં ગુગલે કરેલા સુધારાને પગલે આ પ્રતિબંધ લાગુ પડયો છે.
ઓનલાઈન જાહેરખબર મારફતની કુલ આવકમાં પચાસ ટકાથી વધુ હિસ્સો ગુગલ અને ફેસબુક ધરાવે છે. ક્રિપ્ટોકરન્સીઝની જાહેરખબર પર આ બન્ને દ્વારા પ્રતિબંધ મૂકાતા આ કરન્સીના સંચાલકો માટે વેપાર વધારવાનું હવે મુશ્કેલ બની શકે એમ છે.