સ્થાનિક ભાષાંમાં યુટ્યુબની વ્યુઅરશીપ વધી રહી છે. તેલુગુ, તમિળ, પંજાબી, મલયાલમ અને ભોજપુરી ભાષાની વ્યુઅરશીપ સતત વધી રહી છે. ભોજપુરી સ્થાનિક ભાષાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૬માં ૨૫ અબજ વ્યુ હતા. જ્યારે આ સંખ્યા વર્ષ ૨૦૧૮માં વધીને ૩૧.૪ વ્યુ થઇ ગયા છે. કેટલાક સ્થાનિક ભાષામાં યુટ્યુબ સ્ટાર્સ પણ સક્રિય દેખાઇ રહ્યા છે. તમિળ ભાષામાં ફુડ ફેક્ટરીની વાત કરવામા આવે તો તેના ગ્રાહકોની સંખ્યા આજે વધીને ૩૧ લાખ સુધી પહોંચી ગયા છે.
રેવેન્યુનો આંકડો પ્રતિ માસ ૧૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે અન્ય ભાષાનુ પણ ચિત્ર રહેલુ છે. તમિળ ચેનલ વિલેજ ફુડ ફેક્ટરીના સ્થાપિક તરીકે એ ગોપીનાથ રહેલા છે. તેમની બોલબાલા આજે સતત જોવા મળી રહી છે.