વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી સપ્ટેમ્બરના દિવસથી અમેરિકાની ઐતિહાસિક યાત્રા પર જઇ રહ્યા છે. આ યાત્રાના અનેક હેતુ રહેલા છે. મોદી ૨૭મી સપ્ટેમ્બર સુધી અમેરિકામાં રહેનાર છે. આ યાત્રા દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમ રહેનાર છે. ઉપરાંત તેઓ ૨૭મી સપ્ટેમ્બરના દિવસે યુએનના વાર્ષિક કાર્યક્રમમાં પણ સંબોધન કરનાર છે. આ પ્રવાસ દરમિયાન મોદી અમેરિકાના ત્રણ મોટા શહેરોમાં જનાર છે. મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે દ્ધિપક્ષીય સંબંધોને મજબુત કરવાની દિશામાં આ પહેલ ખુબ ઉપયોગી રહેનાર છે.
મોદીના કાર્યક્મમાં અમનેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપનાર છે. જાણકાર નિષ્ણાંતો માની રહ્યા છે કે આ વખતે મોદીની અમેરિકી યાત્રાનો સમય સૌથી ઉપયોગી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ આ વિષય પર જારી વૈશ્વિક રસ્સાકશી વચ્ચે આર્થિક મોરચા પર સરકારને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ મોરચા પર મોદી વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાંથી ખાસ સંદેશ આપી શકે છે. સામાન્ય રીતે આ પ્રવાસ મોટા રોકાણકારોને આત્મવિશ્વાસમાં પણ લેવાનો પણ રહેલો છે. તેમનામાં વિશ્વાસ જગાવવા માટે મોદી પ્રયાસ કરનાર છે. મોદીના તમામ કાર્યક્રમ આ રીતે નક્કી કરવામાં આવી રહ્યા છે. તમામ લોકોને વિશ્વાસમાં લઇને આગળ વધારી શકાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિના ભારતી અર્થતંત્ર માટે સારા રહ્યા નથી. રોકાણકારોમાં પણ સરકારની નીતિઓને લઇે પ્રશ્નો થઇ રહ્યા છે.
મોદી અમેરિકામાં ટોપની કંપનીઓના સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરીને તમામ શંકાને પણ દુર કરી શકે છે. આવી સ્થિતીમાં રોકાણના આગામી લેવલની દ્રષ્ટિએ આ પ્રવાસ ઉપયોગી છે. પાંચમી ઓગષ્ટના દિવસે મોદી સરકારે સાહસી નિર્ણય કરીને કલમ ૩૭૦ને નાબુદ કરી દીધી હતી. કલમને દુર કરવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખુબ ખરાબ થઇ ગયા હતા. મોદી પાકિસ્તાન સાથે બગડી રહેલા સંબંધના મુદ્દાને ખતમ કરવા માટે ઇચ્છુક છે. અમેરિકા સમક્ષ પાકિસ્તાને વારંવાર મધ્યસ્થતા કરવા માટે અપીલ કરી છે. સાથે સાથે અમેરિકાના નિવેદનમાં વિવિધતા રહી છે. ૨૭મી સપ્ટેમ્બરના દિવસે જ્યારે મોદી યુએનના વાર્ષિક કાર્યક્રમને સંબોધન કરશે ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ સંબોધન કરનાર છે.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ પરેશાન પાકિસ્તાનના વડાપ્રધાન પહેલાથી જ કહી ચુક્યા છે કે તેઓ યુએનમાં આ મુદ્દાને જારદાર રીતે ઉઠાવનાર છે. આ દ્રષ્ટિએ અમેરિકાની ધરતી પર પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો કઇ રીતે ભારત આપે છે તે બાબત પણ ઉપયોગી રહેશે. આ યાત્રા અ દ્રષ્ટિથી પણ ઉપયોગી છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચરમ સીમા પર છે. આના કારણે વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર થઇ રહી છે. સ્વાભાવિક છે કે ભારત પર તેની માઠી અસર થનાર છે. બંને દેશો વચ્ચે જારી ટ્રેડ વોરની સ્થિતી વચ્ચે ચીન અને અમેરિકા બંને ઇચ્છે છે કે ભારત તેમની સાથે રહે. ભારત આ વિષય પર હાલમાં તટસ્થ વલણ ધરાવે છે. રસપ્રદ બાબત એ છે કે અમેરિકાના પ્રવાસના ગાળા દરમિયાન અથવા તો ૧૦ દિવસના ગાળા દરમિયાન મોદી ચીની પ્રમુખ ઝીનપિંગના યજમાન બનનાર છે. સ્વાભાવિક છે કે ચીનમાં યોજાનાર બેઠક પહેલા ભારતને તટસ્થતા જાળવી રાખવાની બાબત ખુબ ઉપયોગી રહેનાર છે. ટ્રેડ વોરને લઇને અમેરિકા આક્રમક વલણ અપનાવી રહ્યુ છે.
તેઓ જાહેરમાં ભારત સહિતના દેશોને કઠોર શબ્દોમાં સંદેશ આપી ચુક્યા છે. હાલના દિવસોમાં અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારત પર અનેક પ્રકારના નિયંત્રણો લાગુ કરવાના પ્રયાસ કર્યા છે. અમેરિકાએ હાલના દિવસોમાં જ ભારતને પ્રાથમિકતાવાળા દેશોની યાદીમાંથી દુર પણ કરી દીધા છે. આ તમામ મોરચા પર જે સફાઇ અને કઠોરતા સાથે અમેરિકાએ વલણ અપનાવ્યુ છે તે જોતા મોદીની યાત્રા ખુબ મહત્વપૂર્ણ છે. ગ્લોબલ ટ્રેડ વોરની વચ્ચે ભારતે અમેરિકા સમક્ષ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની પોતાની જરૂરિયાતો રહેલી છે. બીજા દેશો સાથે તેના સંબંધો રહેલા છે જેને નજર અંદાજ કરી શકાય તેમ નથી. ટ્રેડવોરમાં અમેરિકા ઇચ્છે છે કે ભારત તેની સાથે આવે પરંતુ વર્તમાન સંજાગોમાં આ બાબત શક્ય દેખાતી નથી. ટ્રમ્પે હાલમાં આક્ષેપ કર્યો હતો કે ભારતે કેટલાક વર્ષો સુધી અમેરિકા પર ઉંચા ટેરિફ લાગુ કરી છે.
મોદી ટેક્સાસમાં ૨૨મી સપ્ટેમ્બરના દિવસે ભવ્ય કાર્યક્રમ કરનાર છે. ગ્લોબલ સ્તર પર મોદી માટે મોટા પ્લેટફોર્મ તરીકે છે. જ્યાં તેઓ ભારતની વાત રજૂ કરનાર છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ભારતીય નેતા માટે આ સૌથી મોટા પ્લેટફોર્મ તરીકે છે. જ્યાં તેઓ પોતાની વાત રજૂ કરનાર છે. આશા છે કે આ ભારતીય નેતાનો હજુ સુધીનો સૌથી મોટો કાર્યક્રમ રહેનાર છે જેમાં ૭૫૦૦૦ લોકોને આવરી લેવામાં આવે તેમ માનવામાં આવે છે.