નોર્થ કેરોલિના યુનિવર્સિટીના શોધ કરનાર નિષ્ણાત લોકોએ કટ્ટરપંથી સંગઠનો સાથે જાડાયેલી ૨૭૧ ખતરનાક મહિલાઓ અને ૨૬૬ ત્રાસવાદીઓ પર વ્યાપક શોધ કર્યા બાદ તેના કેટલાક તારણો જારી કર્યા છે. આ તારણ ખુબ જ ઘાતક બની રહ્યા છે. તારણમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ૧૯ ટકા પુરૂષ અને બે ટકા મહિલાઓ જ ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થતા પહેલા કોઇ અપરાધિક ગતિવિધીમાં સામેલ રહી હતી. શોધમાં આ બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થવાથી છ માસ પહેલા સુધી ૧૪ ટકા ત્રાસવાદી પુરૂષો અને ૪૨ ટકા મહિલાઓ બેરોજગાર હતી.
આના કારણે સાબિતી મળે છે કે કટ્ટરપંથી સંગઠનો આની લાચારીનો ફાયદો લઇને સંગઠન સાથે જાડી નાંખે છે. આ સંગઠનોની સાથે ખતરનાક ત્રાસવાદી ગતિવિધી ચાલી રહી છે. મહિલાઓનો કોઇ પણ રીતે લાભ લઇને ત્રાસવાદીઓ હુમલા કરાવે છે. આંકડા દર્શાવે છે કે ૬૦ ટકા જેટલા ત્રાસવાદી હુમલામાં મહિલાઓની સીધી સંડોવણી રહી ચુકી છે.
આ દિશામાં દુનિયાના દેશો ગંભીરતાથી વિચારણા કરીને આગળ વધે તે જરૂરી છે. આના કારણે ત્રાસવાદ સામેની લડાઇમાં ઉપયોગી લાભ થઇ શકે છે. મહિલાઓ ત્રાસવાદીઓને હુમલા કરવામાં મદદ કરવા ઉપરાંત તેમના માટે માહિતી એકત્રિત કરવાનુ પણ કામ કરતી રહી છે. આવા પહેલા પણ અહેવાલ આવી ચુક્યા છે.