સમગ્ર વિશ્વ સામે ખતરારૂપ અને પડકારરૂપ બની રહેલા ગ્લોબલ વોર્મિગ સામે લડવા માટે દુનિયાભરના ટોપ લીડરો, કોર્પોરેટ જગતની હસ્તીઓ અને અન્ય નિષ્ણાંત લોકો આગળ આવી રહ્યા છે ત્યારે હવે દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સ પણ સક્રિય દેખાઇ રહ્યા છે. તાજેતરમાં જ બિલ ગેટ્સ આના માટે સૌર ભુ એન્જિનિયરિંગ ટેકનિકને સપોર્ટ કરી રહ્યા છે. ટેકનિક શુ છે તેની ચર્ચા ચાલી રહી છે. સોલર રેડિએશન મેનેજમેન્ટ ગવર્નેન્સ ઇનિશિએટિવના પરિયોજના નિર્દેશક એન્ડી પાર્કરે કહ્યુ છે કે તેમાં વિમાનોતી ખુબ ઉંચાઇતી લાખો ટન કણોના છંટકાવ કરીને વિશાલ રસાયણનિક વાદળો બનાવવામાં આવનાર છે.
જે સપાટી પર ઠંડકની સ્થિતી સર્જનાર છે. જો કે આ ટેકનિક હાલમાં સત્તાવાર રીતે સપાટી પર આવી નથી. જો કે આ ટેકનિકનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિક એ સ્થાનના હવામાનને બદલી નાંખવામાં સફળ રહેનાર છે. એક બીજી સારી બાબત એ છે કે આ પ્રક્રિયા સસ્તી રહેલી છે. બિલ ગેટ્સ વિતેલા વર્ષોમાં પણ અનેક ક્ષેત્રોમાં સક્રિય રહી ચુક્યા છે.
જેમાં સામાજિક ક્ષેત્રની કેટલીક સમસ્યાઓ સામેલ છે. જુદા જુદા રોગ સામે લડવામાં પણ તેઓ આગળ આવી ચુક્યા છે. બિલ ગેટ્સે પોતાની સંપત્તિ પણ સામાજિક કામો માટે લગાવી દીધી છે. ઇનોવેશનના ક્ષેત્રમાં બિલ ગેટ્સ અને તેમની સાથે જાડાયેલી કંપનીઓ હમેંશા કામ કરતી રહે છે.